Western Times News

Gujarati News

અમે ઈચ્છીએ છીએ કે પાકિસ્તાન એક સ્થિર દેશ બને: મહેબૂબા મુફ્તી

શ્રીનગર, પાકિસ્તાનમાં રાજકીય હલચલ વધી રહી છે. ઈમરાન ખાનની સરકારે બહુમતી ગુમાવી દીધી છે અને હવે આગામી થોડા કલાકોમાં નવા વડાપ્રધાનની પસંદગી કરવામાં આવી છે પાકિસ્તાન ઉપરાંત દુનિયાભરના લોકોની નજર આ રાજકીય પલટવાર પર છે.

આ દરમિયાન હવે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ પણ પાકિસ્તાન વિશે નિવેદન આપ્યું છે. મહેબૂબાએ કહ્યું છે કે, અમે ઈચ્છીએ છીએ કે પાકિસ્તાન એક સ્થિર દેશ બને.

પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ પાકિસ્તાનની વર્તમાન સ્થિતિ પર મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, ભુટ્ટો સાહેબ કહેતા હતા કે લોકશાહીમાં જમહૂરિયતના ઘોંઘાટ સાથે ભારત જીવંત છે, આજે મને લાગે છે કે જમ્હૂરિયતનો ઘોંઘાટ ચાલી રહ્યો છે.

પાકિસ્તાન પણ. અમે ઈચ્છીએ છીએ કે પાકિસ્તાન પણ એક સ્થિર દેશ બને.” મહેબૂબાએ પાકિસ્તાન વિશે કહ્યું કે પાકિસ્તાન આપણો પાડોશી છે અને ત્યાં લોકશાહી હોવી જરૂરી છે. હાલમાં પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર પડી ગઈ છે અને નવી સરકાર બની છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.