અમે એશિયામાં સૈન્ય લાવી રહ્યા છીએઃ અમેરિકાના વિદેશ મંત્રી
એશિયાઈ દેશોમાં ચીનથી ખતરો વધવાને લીધે નિર્ણય -સ્વામીનો જવાબઃ ભારતને સલાહ નહીં હથિયાર આપો
નવી દિલ્હી, અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિઓએ કહ્યું કે અમેરિકા, ભારત સહિત કેટલાય એશિયાઇ દેશોમાં ચીનથી ખતરો વધી રહ્યો હોવાની બાબતને ધ્યાનમાં રાખીને અમે યુરોપમાં સૈન્યશક્તિ ઓછી કરી રહ્યા છીએ. અમેરિકી વિદેશમંત્રી માઇક પોમ્પિઓના આ નિવેદન પર ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીની પ્રતિક્રિયા આવી છે. સ્વામીએ કહ્યું કે ભારતને સેના કે સલાહ નહીં, પરંતુ હથિયાર જોઈએ છે. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ટિ્વટર પર લખ્યું કે, અમને હથિયાર જોઈએ છે અન્ય કઇ નહીં. કોઈ સેના કે સલાહકાર નહીં પ્લીઝ.
આ દરમિયાન કોલમનિસ્ટ સુધીંન્દ્ર કુલકર્ણીએ પણ ટ્વીટર પર પ્રતિક્રિયા આપતાં લખ્યું કે અમેરિકાએ ભારત-ચીન વિવાદમાં પડવું જોઈએ નહીં. કુલકર્ણીએ લખ્યું કે ભારત-ચીન વિવાદમાં ન પડો. અમેરિકા ભારતના ખભા પર બંદૂક રાખીને ચલાવે નહીં. જો ભારતે ચીનથી લડવાનું છે, તો એ પોતાના દમ પર લડી લેશે. અમેરિકા પોતાના કામથી કામ રાખે. આ પહેલાં અમેરિકી વિદેશ મંત્રી માઇક પોમ્પિઓએ ગુરુવારે કહ્યું કે અમેરિકા પોતાના સૈનિકોને એ રીતે તૈનાત કરી રહ્યું છે કે જરુરત પડવા પર ચીનની પીપલ્સ લિબરેશન આર્મીનો મુકાબલો કરી શકે.
પોંમ્પિઓએ એક સવાલના જવાબમાં આ સંકેત આપ્યા છે. માઈક પોમ્પિઓએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર સૈનિકોની તૈનાતીની સમીક્ષા કરવામાં આવી રહી છે અને આ રીતે અમેરિકા જર્મનીમાં પોતાના સૈનિકોની સંખ્યા લગભગ ૫૨ હજારથી ઘટાડીને ૨૫ હજાર કરી રહ્યું છે. અમેરિકન વિદેશ મંત્રીએ આ સાથે ઉમેર્યું કે અમે સુનિશ્ચિત કરવા જઈ રહ્યા છીએ કે અમારા સૈનિકોની તૈનાતી એવી હોય કે ચીની સૈન્યનો મુકાબલો કરી શકે.
અમને લાગે છે કે આ અમારા સમયનો પડાકર છે. અને અમે સુનિશ્ચિત કરવા જઈ રહ્યા છીએ કે અમારી પાસે ચીનને પહોંચી વળવા માટે તમામ સંસાધન ઉચિત જગ્યા પર હોવા જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ મહામારી માટે ચીન દોષિત છે, ત્યારથી અમેરિકા ચીન સામે છંછેડાયું છે. કેમ કે કોરોનાથી સૌથી વધુ મોત અમેરિકામાં થયા છે, જેના કારણે રાષ્ટ્રપતિ ટ્રમ્પ હવે ચીનને પાઠ ભણાવવા મક્કમ થયા છે.