અમે પાકિસ્તાનમાં ધુસી આતંકીઓને માર્યાઃ યોગી
પટણા, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે બિહારમાં ચુંટણી પ્રચાર કરવા માટે આવ્યા હતાં અને તેમણે વિરોધ પક્ષો પર ભારે પ્રહારો કર્યા હતાં આ સાથે જ દાવો કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિર બનાવવાનું જે વચન આપ્યું હતું તેને કરી બતાવ્યું છે અરવલી જાહેરસભામાં યોગીએ કહ્યું કે મોદીએ પાંચ ઓગષ્ટે અયોધ્યા જઇ ભવ્ય રામ મંદિર બનાવવાનો માર્ગ મોકળો કરી દીધો છે.
તેમણે કહ્યું કે અમે દેશના લોકોને વચન આપ્યું હતું કે અમે કાશ્મીરની અંદર પાકિસ્તાની આતંકીઓને મારીશું. અમે પાકિસ્તાનની અંદર જઇ આતંકીઓને મારી બતાવીશું જે કહ્યું હતું તે પુરૂ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના એક નેતાનું નિવેદન વાંચ્યુ તે પાકિસ્તાનની પ્રશંસા કરી રહ્યાં હતાં શું પાકિસ્તાનની પ્રશંસા થવી જાેઇએ હું પુછવા માંગુ છું કે શું પાકિસ્તાન આપણો હિતૈષી છે તો પછી કોંગ્રેસના નેતા પાકિસ્તાનના પક્ષમાં કેમ બોલી રહ્યાં છે.તેમણે કહ્યું કે જાે બિહારમાં એનડીએની સરકાર નહીં આવે તો રાજયનો વિકાસ અટકી જશે અને ફરીએકવાર ગુંડારાજ કૌભાંડ રાજની સ્થાપના થશે.HS