અમે રાજદ્વારી વાટાઘાટો દ્વારા યુક્રેનનો ઉકેલ લાવવા ઈચ્છીએ છીએ: બાંગ્લાદેશ

ઢાકા, રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારે ઘણા દેશો યુક્રેનના પક્ષમાં છે અને કેટલાક રશિયાના પક્ષમાં છે. ઘણા દેશોએ બંને દેશોને તટસ્થ રહીને મુદ્દાનો ઉકેલ લાવવાની અપીલ કરી છે. પરંતુ બાંગ્લાદેશને રશિયાની નિંદા ન કરવાને કારણે કોવિડ રસી અંગે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.
તાજેતરમાં, યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ યુક્રેન પર આક્રમણ કરવા બદલ રશિયાની નિંદા કરવા અને યુક્રેનમાંથી રશિયન સૈનિકોને પાછી ખેંચવા માટે મતદાન કર્યું હતું. જેમાં ૧૪૧ દેશોએ પ્રસ્તાવના પક્ષમાં જ્યારે ૫ દેશોએ તેની વિરુદ્ધમાં વોટ આપ્યો હતો. ૩૫ દેશો મતદાનથી દૂર રહ્યા.
આ ૩૫ દેશોમાં ભારતનો એક પાડોશી દેશ બાંગ્લાદેશ પણ સામેલ હતો. બાંગ્લાદેશના આ ર્નિણયને કારણે લિથુઆનિયાએ બાંગ્લાદેશમાં કોરોના વાયરસની રસીના ૪.૪ લાખથી વધુ ડોઝ મોકલવાના ર્નિણયને પાછો ખેંચી લીધો. લિથુઆનિયાએ બાંગ્લાદેશની રસી મોકલવાનો ર્નિણય રદ કર્યો.
લિથુઆનિયન નેશનલ રેડિયો અને ટેલિવિઝનના અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. લિથુનિયન પીએમ ઇન્ગ્રિડા સિમોનેટીના પ્રવક્તાએ પણ આ વાતની પુષ્ટિ કરી છે.
બાંગ્લાદેશે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા યુક્રેનની સાર્વભૌમત્વ, સ્વતંત્રતા, એકતા અને પ્રાદેશિક અખંડિતતા માટે પોતાનું સમર્થન જાહેર કર્યું છે. બાંગ્લાદેશી અખબારના જણાવ્યા અનુસાર, જનરલ એસેમ્બલીની ચર્ચા દરમિયાન, બાંગ્લાદેશી પ્રતિનિધિએ કહ્યું કે અમે હંમેશા શાંતિનું સમર્થન કરીએ છીએ અને અમે રાજદ્વારી વાટાઘાટો દ્વારા યુક્રેનનો ઉકેલ લાવવા ઈચ્છીએ છીએ.HS