અમે સરકારના મગજના તાવની સારવાર દેશી સ્ટાઈલથી ગામડામાં કરીશું- ટિકૈત
નવીદિલ્હી: ભારતીય કિસાન યુનિયન(બીકેયુ)ના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું છે કે પહેલાના પ્રધાનમંત્રી ખેડૂતો સાથે સંવાદ કરતા હતા. જ્યારે અત્યારના પ્રધાનમંત્રીઓ પાસે બાળકો રમાડવાથી નવરાશ નથી. તેમણે કહ્યું કે ખેડૂતોની સારવાર સાંસદમાં થશે જ્યારે સરકારની સારવાર ગામોમાં થશે.
આ વાત તેમણે એક ન્યૂઝ ચેનલ પર વાતચીત દરમિયાન કરી હતી. હકિકતમાં એંકરે તેમને પુછ્યું હતું કે પ્રધાનમંત્રી પર તમને ભરોસો નથી? પહેલા તો તમને ભરોસો હતો …વાત કરી લોને સીધા પીએમ સાથે. કહો મળી લે. ખેડુત નેતાએ જવાબ આપ્યો કોણ વાત કરે છે? ખેડૂતો સાથે તેમણે ૭ વર્ષથી વાત નથી કરી. પહેલાવાળા તો વાત કરતા હતા. પણ હવે પ્રધાનમંત્રી વાત નથી કરતા. તેમને બાળકો રમાડવાથી નવરાશ મળે તો વાત કરે.
યુપીની ચૂંટણીમાં શું થવા જઈ રહ્યું છે? ટિકૈતે આ પ્રશ્નના જવાબમાં કહ્યું કે ગામના લોકો હવે ભાજપને વોટ નથી આપી રહ્યા. ત્યારે આપણે શું કરી શકીએ. તે આ જ કરી રહ્યા છે. ભાજપ ત્યાંથી હાર સે. સૂબામાં ભગવા દળ ૧૦૦થી ૧૨૫ સીટ મેળવી શકશે છે.
કાશ્મીરના મુદ્દા પર બીકેયૂના પ્રવક્તાએ જણાવ્યું કે ૩૭૦નો મામલો એ હતો કે અમે કાશ્મીર ગયા હતા. ત્યાંના ખેડૂતોએ અમને જણાવ્યું કે અનુચ્છેદ ૩૭૦ની કલમ ખતમ કરવા પર તેમને નુકસાન થયું છે. તેમનું પરેજે ખતમ થઈ ગયું છે.
વીજળી પહેલાથી સસ્તી મળતી હતી. હિલ અલાઉન્સ કાપો, પેકેજ ત્યાંના રહેવા જાેઈએ. જેનાથી ખેડૂતોને લાભ મળી શકે. બોર્ડર વિસ્તારમાં ઘણા ખેડૂતોની જમીન બર્બાદ થાય છે. ગોળીબારી દરમિયાન પશુ, મકાનો અને લોકોને સમસ્યા આવે છે. ફોજ આગળ વધે છે તો તે ખેડૂતો તેમને મદદ કરે છે. તેમણે ખેડૂત સૈન્યનો દરજ્જાે આપો. આ અમે કહ્યું હતુ.
ટિકૈતે કહ્યું કે અમારી પાસે અલગ પ્રસ્તાવ છે. અમે તેને લઈને આવીશું. એક તો અમને ખેડૂત હોસ્પિટલની શોધ છે. અમારી સારવાર સાંસદમાં થશે. મોટી હોસ્પિટલ છે …ત્યાં જ કાયદો બની રહ્યો છે તો ત્યાં જ ખેડૂતોની સારી સારવાર થશે.
વધુ એક શોધી કાઢ્યું છે સરકારની સારવાર ગાંમમાં થશે. સરકારને મગજનો તાવ છે. જેને ઠીક કરીશું. ૩ વર્ષ લાગશે. દવા આપીશુ. પણ આ ઠીક થઈ જશે. દેશી સારવારથી કામ કરવું પડશે. ધીમે ધીમે કામ ચાલશે. ટિકૈતે આરોપ લગાવ્યો કે સરકાર વાત નથી કરવા માંગતી. કાશ્મીરી લોકો સાથે વાત કરે છે. પણ તેમની સાથે નહીં. ચેનલના લોકો જરાક વાત કરાવી દે.