અમ્રિતા રાવ ઇકો-કાન્શિયસ ગણેશ ચતુર્થી સેલિબ્રેશનનો પ્રચાર કરે છે
મુંબઈ: અમ્રિતા રાવ હાલમાં ઇકો-કાન્શિયસ ગણેશ ચતુર્થી સેલિબ્રેશનનો પ્રચાર કરી રહી છે. એટલે કે કોરોનાનો અંત ન આવે ત્યાં સુધી આવા સેલિબ્રેશનથી દૂર રહેવામાં આવે. દેશ અને દુનિયામાં ફેલાયેલા કોરોનાના આતંકને જાતાં વડાલાના જીએસબી સાર્વજનિક ગણેશોત્સવ મંડળે આ વખતે ગણેશ ચતુર્થીનો તહેવાર ૨૦૨૧ની ફેબ્રુઆરીમાં ઊજવવાનો નિર્ણય લીધો છે.
એને જાતાં અમ્રિતા રાવે ખુશી વ્યક્ત કરી છે. એ પર્યાવરણ પ્રતિ પણ લોકોમાં સજાગતા ફેલાવે છે. તેણે ગયા વર્ષે ઇકો બાપ્પા મોર્યા કૅમ્પેનની શરૂઆત કરી હતી. તેનું કહેવું છે કે નેચર ફ્રેન્ડ્લી વસ્તુમાંથી બાપ્પાની મૂર્તિ બનાવવી જાઈએ.
જીએસબી સાર્વજનિક ગણેશોત્સવ સમિતિએ લીધેલા નિર્ણયની પ્રશંસા કરતાં અમ્રિતાએ કહ્યું હતું કે ‘હું આ પંડાલની મારા બાળપણથી જ મુલાકાત લેતી આવી છું. તેમનાં દર્શન વગર તો ગણેશ ચતુર્થીનો તહેવાર જ અધૂરો લાગે છે. જાકે હું ખરેખર પ્રભાવિત થઈ છું અને જીએસબી સમિતિએ ડોનેશન અને અન્ય પરિબળોની પરવા કર્યા વગર આ ફેંસલો લીધો છે.
તેમણે આ વર્ષે લોકોના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખતાં આૅગસ્ટના સેલિબ્રેશનને પોસ્ટપોન કર્યું છે. આશા રાખું છું કે અન્ય પંડાલ સમિતિ પણ તેમની પાસેથી પ્રેરણા લઈને આવું જ કંઈ કરે.’