Western Times News

Gujarati News

અયાન રણબીર-આલિયાની જોડી છુપાવવા માગતો હતો

મુંબઈ, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બન્ને પહેલી વાર પડદા પર પણ એકસાથે જાેવા મળશે. અયાન મુખર્જીના ડિરેક્શનમાં બનેલી રણબીર અને આલિયાની ફિલ્મ બ્રહ્માસ્ત્ર ૯મી સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ સિનેમાઘરોમાં રીલિથ થવાની છે.

તાજેતરમાં જ ફિલ્મનું મોશન પોસ્ટર રીલિઝ કરવામાં આવ્યું છે. ફિલ્મની ફેન્સ વર્ષોથી રાહ જાેઈ રહ્યા છે. રણબીર અને આલિયાના ફેન્સ ફિલ્મની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે અને હવે ફેન્સ આ રિયલ લાઈફ કપલને ઓનસ્ક્રીન જાેવા ઉત્સુક છે. હૈદરાબાદમાં બ્રહ્માસ્ત્રના પોસ્ટર લોન્ચ દરમિયાન અયાન મુખર્જીએ કહ્યું કે, ફિલ્મના સંદર્ભમાં તેનો પ્લાન અલગ હતો, જે આલિયા અને રણબીરે બરબાદ કરી નાખ્યો.

ફિલ્મની રીલિઝ પહેલા જ રણબીર અને આલિયા બહાર સાથે ફરવા લાગ્યા, જેના કારણે અયાનનો પ્લાન ખરાબ થઈ ગયો. અયાને જણાવ્યું કે તે નહોતો ઈચ્છતો કે રણબીર અને આલિયાને લોકો સાથે જુએ. બન્નેના પ્રેમસંબંધ વિષે રીલિઝ ડેટ પહેલા લોકો જાણે તેમ અયાન નહોતો ઈચ્છતો. અયાને એક ઈવેન્ટ દરમિયાન કહ્યું કે, પ્રામાણિકતાથી કહીશ, જ્યારે અમે આ ફિલ્મની શરુઆત કરી, ત્યારે વિચાર્યું કે રણબીર અને આલિયા ફિલ્મ માટે યોગ્ય રહેશે.

ત્યારે આલિયા અને રણબીરની મિત્રતા શરુ થઈ હતી. પછી તેઓ વધારે સારા મિત્રો બની ગયા. પછી તેઓ મિત્રતાથી આગળ વધી ગયા. ત્યારે અમે લોકો ઈચ્છતા હતા કે દુનિયા આ બન્નેને ચાર વર્ષ સુધી પબ્લિક ગેધરિંગમાં સાથે લોકો ના જુએ. જ્યાં સુધી મારી ફિલ્મ આવી ના જાય, ત્યાં સુધી તો નહીં જ. જ્યારે પણ તેઓ એકસાથે બહાર નીકળતા હતા, હું પાછળથી કહેતો હતો, તમે બન્ને મારી ફિલ્મ બરબાદ કરી રહ્યા છો. પ્લીઝ આમ બહાર ના જાઓ. ઉલ્લેખનીય છે કે બ્રહ્માસ્ત્રમાં આ બન્ને સિવાય અમિતાભ બચ્ચન, મૌની રોય અને નાગાર્જુન પણ એક મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.