અયોધ્યાં મસ્જિદ ટ્રસ્ટમાં સરકારી પ્રતિનિધિ માટે સુપ્રીમમાં અરજી
નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં મસ્જિદના નિર્માણ માટે રચાયેલ અયોધ્યા મસ્જિદ ટ્રસ્ટમાં એક સરકારી ઉમેદવારની નિયુક્તિને લઇ નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે આ અરજી અયોધ્યા મામલામાં હિન્દુ પક્ષના એક વકીલ કરૂણેશ શુકલાએ પોતાના વકીલ વિષ્ણુ જૈનના માધ્યમથી દાખલ કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશના સુન્ની સેંટ્રલ વકફ બોર્ડે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા અયોધ્યામાં ફાળવેલ જમીન પર એક મસ્જિદ અને અન્ય સુવિધાઓના નિર્માણ માટે એક ૧૫ સભ્યવાળા ટ્રસ્ટ ઇડો ઇસ્લામિક કલ્ચરલ ફાઉજેશન બનાવ્યું છે અયોધ્યા વિવાદિત ભૂમિ મામલામાં ગત વર્ષ નવ નવેમ્બરે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને વિવાદિત ભૂમિને મંદિર નિર્માણ માટે આપવા અને એક ટ્રસ્ટની રચના કરવાનો નિર્દેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે સરકારને સુન્ની વકફ બોર્ડને મસ્જિદ નિર્માણ માટે અયોધ્યામાં વૈકલ્પિક સ્થાન પર પાંચ એકર જમીન ફાળવવાનો નિર્દેશ આપ્યો હતો બોર્ડ દ્વારા જારી પ્રેસ યાદી અનુસાર બાબરી મસ્જિદ મામલામાં ભારતની સુપ્રીમ કોર્ટના નિર્ણય અને આદેશના અનુપાલનમાં ઉત્તરપ્રદેશ સરકારે અયોધ્યાના ગામ ધન્નીપુરમાં પાંચ એકર જમીન ફાળવી હતી અને બોર્ડે ફેબ્રુઆરી ૨૦૨૦માં તેનો સ્વીકાર કરી લીધો હતો બોર્ડે સામાન્ય જનતાના લાભ માટે મસ્જિદ અને અન્ય સુવિધાઓના નિર્માણ માટે ઇડો ઇસ્લામિક કલ્ચરલ ફાઉડેશન નામથી એક ટ્રસ્ટ બનાવ્યુ છે.ટ્રસ્ટમાં વધુમાં વધુ ૧૫ ટ્સ્ટી હશે ઉત્તરપ્રદેશ સુન્ની સેંટ્રલ વકફ બોર્ડ તેના સંસ્થાપક ટ્રસ્ટી હશે.HS