અયોધ્યાની શાળા-કોલેજોમાં સુરક્ષા દળોને ઉતારો
અયોધ્યા, અયોધ્યા કેસમાં સુનાવણી સંપન્ન થયા બાદ સુપ્રીમકોર્ટ જ્યારે કોઇ પણ સમયે બાબરી મસ્જિદ-રામજન્મ ભૂમિ દાવા પર પોતાનો ચુકાદો આપનાર છે. ત્યારે ઉ.પ્ર. સરકાર પ્રતિબંધક આદેશો લાદવા ઉપરાંત અયોધ્યા અને ફૈઝાબાદની આસપાસમાં સુરક્ષા બંદોબસ્તને વધુ કડક બનાવી રહી છે. અયોધ્યાના જિલ્લા મેજીસ્ટ્રેટ અનૂજ કુમારે ૧૦ ડિસે.સુધી કલમ ૧૪૪ હેઠળ પ્રતિબંધક આદેશો જાહેર કર્યા જ છે.
અયોધ્યાના ડિસ્ટ્રીક્ટ સ્કૂલ ઇન્સ્પેક્ટરે અયોધ્યાના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં પોલીસ અને કેન્દ્રીય દળોના ઉતારા માટે તમામ શાળા અને કોલેજોને તેમના ઓછામાં ઓછા ત્રણ વર્ગખંડો સોંપી દેવા આદેશ કર્યો છે. જો કે રવિવારે ઇસ્યૂકરાયેલ આદેશમાં સુરક્ષા દળો ક્યારે શાળા અને કોલેજોમાં જશે તે હજુ જાહેર કરવામાં આવ્યું નથી. આદેશમાં જો કે એવું પણ જણાવાયું છે કે શિક્ષણકાર્ય ખોરવાય નહીં તે સુનિશ્ચિત કરવું. સબંધીત જિલ્લા અધિકારીઓ દ્વારા પડોશના જિલ્લાઓમાં પણ શાળા અને કોલેજોને આવા જ આદેશ જારી કરવામાં આવ્યાં છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ૧૪૦૦થી વધુ શાળા અને કોલેજોને સુરક્ષા દળો માટે રહેણાક વ્યવસ્થા પૂરી પાડવાનો હુકમ કરતાં આદેશો અયોધ્યા જિલ્લા પ્રશાસન દ્વારા જારી કરવામાં આવ્યાંછે. અધિકારીઓ જો કે એવું કહે છેકે આવું કંઇ પ્રથમ વખત બન્યું નથી કે સુરક્ષા દળોને આશ્રય આપવા માટે શાળાની ઇમારતોનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, સૂત્રો જણાવે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં આવી વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી નથી. ડસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટના આદેશમાં મંજૂરી વગર માનવરહિત ઉરીયન વ્હિકલના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એ જ રીતે અયોધ્યા જિલ્લામાં નૌકાવિહાર અને ફટાકડાના વેચાણપર પણ પ્રતિબંધ મૂકાયો છે.