અયોધ્યાને સીલ કરવાની તૈયારીઓ: ૪ ઓગસ્ટથી નહીં મળે એન્ટ્રી
અયોધ્યા, વડાપ્રધાનના આગમને લીધે અયોધ્યાને ચારે તરફથી સીલ કરવાની તૈયારીઓ થઈ રહી છે. આના માટે અયોધ્યા સહિત ફૈઝાબાદ શહેરમાં પ્રવેશના બધા માર્ગાે પર પહેલાં કરાયેલ તૈયારીઓનું મોનીટરીંગ કરાઈ રહ્યું છે. મુખ્ય કાર્યક્રમની સાંજથી જ કોઈને પણ અયોધ્યામાં પ્રવેશ નહીં અપાય તો લખનૌથી રોડ માર્ગે અયોધ્યા આવનારા વીઆઈપીઓને સહાદત ગંજથી અયોધ્યામાં પ્રવેશ આપવાની યોજના બનાવાઈ રહી છે. સાથે જ અયોધ્યા જીલ્લાના પડોશી ગામો બસ્તી, ગોંડા, આંબેકરનગર, બારબંકી, સુલતાનપુર, અમેઠી વગેરેમાં પહેલા જ નોડલ ઓફીસરોની નિમણૂંક થઈ ચૂકી છે.
તેમના નેતૃત્વમાં આ વિસ્તારોની પોલીસ હદ પર કડક નિગરાણી રખાશે. તો જળ માર્ગાે પર પણ બાજ નજર રાખવામાં આવશે. વડાપ્રધાન અયોધ્યાન આગમન બાબતે હાઈવે સહિત અયોધ્યાના બધા નાના-મોટા પ્રવેશ માર્ગાે પર બેરીયર લગાવી દેવાની તૈયારી છે. આ બધું કામ આગામી ત્રણ ઓગસ્ટથી શરૂ થઈ જશે. ચાર ઓગસ્ટની સાંજથી અયોધ્યામાં પ્રવેશ પર પ્રતિબંધ જાહેર થઈ શકે છે.
અયોધ્યામાં પ્રવેશના મુખ્ય રસ્તા જાણપા દેવી ચાર રસ્તા, મોહબરા બાયપાસ, બૂથ નંબર ચાર, રામઘાટ, સાકેત પેટ્રોલ પંપ, બંધા ત્રણ રસ્તા, હનુમાન ગુફા સહિત અન્ય નાના-માર્ગાેને બેરીકેડ લગાવીને સીલ કરવાની તૈયારી છે. આ ઉપરાંત હાઈવે પર પણ પહેલા લાગેલા બેરીકેડીંગ પર વધારાના બેરીકેડ લગાવીને આવતા જતાં લોકોનું સઘન ચેકીંગ કરવામાં આવશે.