Western Times News

Gujarati News

અયોધ્યામાં આતંકવાદી હુમલાનો ખતરો : મસૂદ અઝહરના મેસેજથી ખુલાસો

File

નવી દિલ્હી: ગુપ્તચર એજન્સીઓ તરફથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. માનવામાં આવે છે કે, જૈશ-એ-મોહમ્મદ અયોધ્યામાં મોટા આતંકવાદી હુમલાને અંજામ આપવાની તૈયારી કરી રહ્યું છે. ગુપ્તચર એજન્સીઓએ જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલી ટેલીગ્રામ ચેનલ પર જૈશના ચીફ મસૂદ અઝહરનો મેસેજ ઈન્ટરસેપ્ટ કર્યો છે. ટેલીગ્રામ ચેનલ પર મસૂદ અઝહરના મેસેજને શેર કરવામાં આવ્યો છે. જેમાં રામ જન્મભૂમિ પર હુમલાના ષડયંત્રની વાત કહેવામાં આવી છે. ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટને તમામ સુરક્ષા એજન્સીઓને મોકલવામા આવ્યો છે. આ ઉપરાંત અયોધ્યા સહિત સમગ્ર દેશના મહત્વના સ્થળો પર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા જણાવાયું છે. આ સિવાય દેશમાં જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા નેટવર્કત પર દેખરેખ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

અગાઉ સપ્ટેમ્બરમાં અમેરિકાએ પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના પ્રમુખ નૂર વાલી મહસૂદ સહિત 12 લોકોને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યાં છે અને અનેક આતંકવાદીઓ અને તેમના સમર્થકો પર પ્રતિબંધ મૂક્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 9/11ની તિથિના એક દિવસ પહેલા જ શંકાસ્પદ આતંકવાદીઓ અને તેમને નાણાંકિય સહાય પૂરી પાડનાર લોકો અને સમર્થકોને પકડવા માટે વહીવટી તંત્રની તપાસનો વિસ્તાર વધારવા માટે એક આદેશ આપ્યો છે.

 

હકીકતમાં પાકિસ્તાન અને ત્યાંના આતંકવાદી સંગઠન જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 હટાવતા પરેશાન થઈ ગયા છે. આર્ટીકલ 370 નાબુત કર્યા બાદ મસૂદ અઝહરે ભારતને ધમકી આપતા જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 હટાવ્યા બાદ પણ ભારત પોતાનું ધાર્યુ પરિણામ નહીં મળે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, મસૂદ અઝહરે જણાવ્યું હતું કે, જે પ્રકારે કાશ્મીરમાંથી વિશેષ રાજ્યનો દરજ્જો છીનવવામાં આવ્યો છે. તેનાથી લાગે છે કે, મોદી સરકારે પોતાની હાર માની લીધી છે. ભારત સરકારના આ પગલાથી મુસ્લિમો પોતાનો હક્ક ગુમાવી દેશે અને ઈન્ડિયાના મોટા ધંધાર્થીઓ કાશ્મીરમાં જમીન ખરીદી લેશે. ભારતના ઈરાદા કાશ્મીરના લોકો ક્યારેય સફળ નહીં થવા દે. મસૂદ અજહરે કહ્યું કે, મુજાહિદ્દીન પોતાના ઉદ્દેશ્યની નજીક પહોંચી ચૂક્યા છે. અજહરનો આ કથિત મેસેજ ફરાજ જેફરીના નામથી સામે આવ્યો છે. કાશ્મીરમાં જિહાદનો એક અધ્યાય પૂર્ણ થઈ ગયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.