અયોધ્યામાં દિવાળીની ભવ્ય ઉજવણી
અયોધ્યા: અયોધ્યામાં ભવ્ય દિપોત્સવ કાર્યક્રમની શરૂઆત થઈ ચુકી છે. કાર્યક્રમની શરૂઆત થયા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, ભગવાન રામની પરંપરા પર અમને તમામને ગર્વ થાય છે. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ રાજ્યની ધારણાને સાકાર કરવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આ ગાળા દરમિયાન અનેક વિકાસ કાર્યો ખુબ ઝડપથી થઈ રહ્યા છે.
અગાઉની સરકારો અયોધ્યાના નામથી પણ ભયભીત થઈ જતી હતી. પરંતુ પોતાની અવધી દરમિયાન તેઓ દોઢ ડઝન વખતે અયોધ્યામાંઆવી ચુક્યા છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ૨૨૬ કરોડની યોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. આ પહેલા રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામ, સીતા અને લક્ષ્ણના હેલિકોપ્ટરથી અયોધ્યામાં આગમન પ્રસંગે તિલક લગાવીને તેમનું સ્વાગત કર્યું હતું. યોગીએ પોતે આરતી ઉતારીને રામ-સીતાનું સ્વાગત કર્યું હતું.
ત્યારબાદ કાર્યક્રમમાં ઉપÂસ્થત લોકોને સંબોધતા તેમણે કહ્યું હતું કે, દેશને શાનદાર નેતૃત્વ આપવામાં મોદીની ભૂમિકા રહેલી છે. મોદીના નેતૃત્વમાં દેશ ફરીએકવાર વિશ્વ ગુરુ બનવાની દિશામાં છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ભારતની સાંસ્કૃતિક પરંપરાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ મંચ પર ફરીએકવાર સાબિત કરી છે. આને માટે તેઓ વડાપ્રધાનનો આભાર માને છે. દિવાળીના એક દિવસ પહેલા અયોધ્યામાં દિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શ્રીરામના સ્વાગત માટે અયોધ્યા નગરીને ત્રેતાયુગની જેમ જ શણગારવામાં આવી હતી. સરયુ નદીના કિનારે લાખો દિવડા પ્રગટાવવામાં આવ્યા હતા.