અયોધ્યામાં માહોલ બગાડવાના ષડયંત્રમાં ૭ આરોપી ઝડપાયા

CCTVના આધારે ૭ આરોપી પકડાયાદેશમાં માંડ માહોલ શાંત પડ્યો છે.
ત્યાં ફરીથી ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ધાર્મિક માહોલ બગાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે.
ગાંધીનગર,અયોધ્યાઃ દેશમાં માંડ માહોલ શાંત પડ્યો છે ત્યાં ફરીથી ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ધાર્મિક માહોલ બગાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. પોલીસે આ મામલે સીસીટીવી ફૂટેજના આધારે ષડયંત્ર રચવાના આરોપસર સાત લોકોની ધરપકડ કરી છે.
મુખ્ય આરોપી મહેશ મિશ્રા હિન્દુ યોદ્ધા સંગઠનનો પ્રમુખ છે. ઘટનામાં સામેલ ચાર લોકોની હજુ શોધ ચાલુ છે. મળતી માહિતી મુજબ અયોધ્યામાં મસ્જિદોના દરવાજા પર અને એક મજાર પાસે આપત્તિજનક ચીજાે ફેંકીને શહેરનો સાંપ્રદાયિક સોહાર્દ બગાડવાની કોશિશ કરાઈ.
પોલીસે આ જાણકારી આપી. પોલીસે જણાવ્યું કે કેટલાક અસામાજિક તત્વો એક ધાર્મિક ગ્રંથના ફાટેલા પાના, ગાળાગાળીના પત્ર અને કથિત રીતે સુઅરના માંસના ટુકડાં જેવી કેટલીક આપત્તિજનક વસ્તુઓ ફેંકીને સાંપ્રદાયિક માહોલ ખરાબ કરવાની કોશિશ કરી રહ્યા હતા.
તેમણે જણાવ્યું કે હિન્દુ યોદ્ધા સંગઠન સમૂહના સાત સભ્યોની આ મામલે ધરપકડ કરાઈ છે. સમૂહના નેતા મહેશ મિશ્રા એક જૂનો હિસ્ટ્રીશિટર છે. જેના વિરુદ્ધ શહેરના એક પોલીસ સ્ટેશનમાં ચાર અપરાધિક કેસ દાખલ છે. પોલીસે જે લોકોની ધરપકડ કરી છે તેમાં પ્રત્યૂષ કુમાર, નીતિનકુમાર, દીપક ગૌડ, બ્રજેશ પાંડે, શત્રુઘ્ન, અને વિમલ પાંડે સામેલ છે.
જે કોટવાલી પોલીસ મથક હદના રહીશ છે. પોલીસે આ ઘટના બદલ ૪ અજાણ્યા લોકો વિરુદ્ધ FIR દાખલ કરી છે. આ ઘટના તાતશાહ જામા મસ્જિદ, મસ્જિદ ઘોસિયાના, કાશ્મીરી મહોલ્લાની મસ્જિદ અને શહેર પોલીસ મથકની પાસેના વિસ્તારમાં ગુલાબશાહ બાબા નામથી મશહૂર મજારમાં ઘટી. પોલીસે નિવેદનમાં કહ્યું કે ષડયંત્રમાં ૧૧ લોકો સામેલ હતા જેમાંથી હાલ ૪ લોકો ફરાર છે.sss