અયોધ્યામાં રામમંદિર ભૂમિ પુજન પર રોક લગાવતી અરજી અલાહાબાદ HCએ ફગાવી
નવી દિલ્હી, અયોધ્યામાં રામમંદિરના ભૂમિ પૂજનનો માર્ગ હવે મોકળો થઈ ગયો છે. અલાહાબાદ હાઈકોર્ટે રામમંદિર નિર્માણ માટે 5 ઓગસ્ટના રોજ પ્રસ્તાવિત ભૂમિ પૂજન વિરુદ્ધ દાખવ કરવામાં આવેલી અરજી ફગાવી દીધી છે. શુક્રવારે હાઈકોર્ટની ડિવીઝન બેંચે અરજી પર સુનવણી બાદ તેને ફગાવી દીધી છે. કોર્ટે પોતાના નિર્ણયમાં સ્પષ્ટ કહ્યું કે, અરજીમાં ઉઠાવવામાં આવેલા પોઈન્ટ કલ્પના આધારિત છે અને જે આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે. તે આધાર વિનાની છે. તે સાથે જ હાઈકોર્ટે રામ મંદિર નિર્માણ ટ્રસ્ટ અને યૂપી સરકારને ભૂમિ પૂજન કાર્યક્રમમાં કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન કરાવવાનો નિર્દેશ આપ્યો છે. ઉલ્લેખનિય છે કે, રામમંદિર ભૂમિ પૂજન વિરુદ્ધ અલાહાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ મામલે સુનવણી ચીફ જસ્ટીસ ગોવિન્દ માથુર અને જસ્ટીસ સૌમિત્ર દયાલ સિંહની ડિવીઝન બેંચે કરી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, ભૂમિ પૂજન કોવિડ-19 ગાઈડલાઈનનું ઉલ્લંઘન છે.