અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન કરતા ગુજરાતભરમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો
અમદાવાદ: અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજનની શરૂઆત થતા દેશભરમાં વિવિધ રીતે ઉત્સવ શરૂ થયો હતો તેમાં ગુજરાતીઓ પણ બાકાત નથી. ગુજરાતમાં પણ આજે સવારથી રામ મંદિર ભૂમિ પૂજન માટે અનેરો માહોલ જાેવા મળ્યો હતો.મંદિરોમાં રામધૂન બોલાવાઈ રહી હતી તો અનેક સ્થળોએ ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું
અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવેલું સૌથી જુના રામ મંદિરમાં પણ આજે સવારથી જ લોકોની ભીડ જોવા મળી છે. મંદિરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો.સવારથી જ મંદિરમાં ભજન મંડળીઓની જમાવટ જોવા મળી રહી હતી વાતાવરણ સવારથી શ્રી રામના જય જયકારથી ગુંજી રહ્યું હતું. રામધૂન અને હનુમાન ચાલીસાના પાઠ પણ સતત ચાલુ રખાયા હતાં
અમદાવાદના પાલડી ખાતે આવેલા શ્રી રામજી મંદિર, કૌશલેન્દ્ર મઠ ખાતે હર્ષોઉલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો. જગદગુરુ શ્રી રામાનંદાચાર્ય સ્વામી રામાચાર્યજીએ અયોધ્યામાં ભૂમિપૂજન પ્રસંગે ખુશી વ્યક્ત કરી હતી આજના ઐતિહાસિક પ્રસંગે રામધૂન, સુંદરકાંડના પાઠ તેમજ ભગવાન રામની સાધુ સંતો અને ભક્તો પૂજા અર્ચના કરી રહ્યા હતાં વર્ષો જૂનું દેશવાસીઓનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે, ત્યારે સાધુ સંતોમાં ખુશીનો માહોલ છવાયેલો છે.
રામ મંદિર ભૂમિ પૂજનને લઈ વડોદરામા ઉત્સવ જેવો માહોલ જાેવા મળ્યો હતો.શહેરમા ઠેર ઠેર ઉજવણીના કાર્યક્રમો યોજાયા હતાં. કડક બજાર ના વેપારીઓ અને અગ્રસેન યુવા સંગઠને અનોખી રીતે ઉજવણી કરી છે.
જય જય શ્રી રામ…????
પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ્”, ગાંધીનગર#JaiShriRam pic.twitter.com/hq4rAdfCdO— Bharat Pandya (@bharatpandyabjp) August 5, 2020
૧૧૦૦ લાડુનુ વિતરણ કરી ઉત્સવનુ આયોજન કર્યુ હતું. લોકોને લાડુ ખવડાવી મોં મીઠુ કરાવી ઉજવણી કરવામાં આવી રહી હતી આ પ્રસંગે સાંસદ રંજન ભટ્ટ પણ હાજર રહ્યા હતા.
રાજકોટમાં ત્રિકોણબાગ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં ભાજપના નેતાઓએ મીઠાઇ વહેંચી હતી અને ફટાકડા ફોડી ખુશી વ્યકત કરી હતી. ભાજપ કાર્યાલયને શણગારી નેતાઓ રાસ રમ્યા હતાં. જેમાં મોહન કુંડારીયા પ્રદેશના નેતાઓ હાજર રહ્યાં હતાં. નેતાઓએ દીવા પ્રગટાવી એક બીજાને મો મીઠુ કરાવી ઉજવણી કરી હતી.રાજયસભાના સાંસદ અભય ભારદ્વાજે ફાકડા ફોડી ખુશી વ્યકત કરી હતી. કાર્યકરોએ જય શ્રીરામ અને હનુમાનજીના નારા લગાવ્યા હતાં.
ભાવનગરમાં ભાજપ દ્વારા ફટાકડા ફોડી મીઠાઇ વિતરણ કરવામાં આવી હતી ભીડભંજન ચોક ખાત્ે લોકોના મોં મીઠા કરાવ્યા હતાં. અમરેલીમાં વિહિપના કાર્યાલયનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. પૂર્વ કૃષિ મંત્રી દિલીપ સંધાણીએ શંખનાદ કર્યો હતો.