અયોધ્યામાં રામ મંદિર એક હજાર વર્ષ સુધી બુલંદ રહેશે
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નિર્માણ ટ્રસ્ટના ચંપત રાયના મતે મંદિર નિર્માણ થવામાં ૩૬ મહિનાનો સમય લાગશે
અયોધ્યા, ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ઘણા વર્ષો રાહ જોયા પછી રામ મંદિર બનવા જઈ રહ્યું છે. ભૂમિપૂજન પછી બીજા નિર્માણની પ્રક્રિયા ઝડપથી શરૂ કરી દેવામાં આવી છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નિર્માણ ટ્રસ્ટના ચંપત રાયના મતે રામ મંદિર નિર્માણ થવામાં ૩૬ મહિનાનો સમય લાગશે. મંદિરનું નિર્માણ ૧૦૦૦ વર્ષને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે. એવો પ્રયત્ન છે કે સમાજનો દરેક વર્ગ શ્રીરામના દર્શન કરી શકે. ટ્રસ્ટ તરફથી બેંક એકાઉન્ટ જાહેર કરવામાં આવ્યું છે.
તેમાં લોકો સ્વેચ્છાથી દાન આપી શકે છે. તે સિવાય તાંબાની પત્તિયા પણ લોકો મોકલી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી (ન્યૂયોર્ક)ની જેમ તાંબાનું પરત બનાવીને મંદિરનું નિર્માણ થશે. મંદિર વર્ષો સુધી આવી જ રીતે ઉભું રહે તે માટે ખાસ પ્રકારથી મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. ટ્રસ્ટના મતે મંદિર નિર્માણમાં લગાવવામાં આવનાર પત્થરોમાં તાંબાની પત્તિઓનો ઉપયોગ કરવામાં આવશે. નિર્માણ માટે ૧૮ ઇંચ લાબી, ૩ મિલિમીટર ઉંડી અને ૩૦ મિલિમીટર પહોળી ૧૦,૦૦૦ પત્તિઓની જરૂર પડશે. લોકો તેને દાન કરી શકે છે. તેમણે કહ્યું કે આ તાંબાની પત્તિઓ પર લોકો ઇચ્છા પ્રમાણે પોતાના પરિવાર, ક્ષેત્ર કે મંદિરનું નામ કોતરાવી શકે છે.
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf
ચંપત રાયે કહ્યું કે મંદિર નિર્માણમાં કોઈ ઉતાવળ કરીશું નહીં, બધા કામ વ્યવસ્થિત અને પુરી તૈયારી સાથે થશે. હાલ કાટમાળ હટાવવામાં ઘણી સામગ્રી મળી છે જેને સંભાળીને રાખવામાં આવી રહી છે. પછી તેને સંગ્રહાલયમાં રાખવામાં આવશે. મંદિર માટે રામ જન્મભૂમિમાં ૬૦ મીટર ઉંડાઇથી માટીના સેમ્પલ લેવામાં આવ્યા છે. અહીં લગાવનાર ૧૨૦૦ સ્તંભોની ઉપર બિલ્ડિંગની મોટાઇ માટે રિસર્સ ચાલું છે. ટ્રસ્ટના સભ્યોએ જણાવ્યું કે રામ જન્મભૂમિ મંદિના નિર્માણ માટે સીબીઆરઆઈ રુડકી અને આઈઆઈટી મદ્રાસ સાથે મળીને નિર્માણકર્તા કંપની એલ એન્ડ ટીના એન્જિનિયરોની ભૂમિની પરિક્ષણનું કામ શરૂ કરી દીધું છે. જમીનની તપાસ પછી આગળનું કામ શરૂ થશે.SSS