Western Times News

Gujarati News

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ રચવાની જાહેરાતને આવકારતા મુખ્યમંત્રીશ્રી

વર્ષોજૂની વિવાદિત સમસ્યાનો સરળતાથી ઉકેલ લાવી  લોકલાગણીને પ્રધાનમંત્રીશ્રીએ માન આપ્યું છે:- શ્રી વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અયોધ્યામાં ૬૭ એકર જમીન પર રામ મંદિર નિર્માણ હેતુ ટ્રસ્ટ રચવાની સંસદ ગૃહમાં કરેલી જાહેરાતને આવકારી અભિનંદન પાઠવ્યા છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ વડાપ્રધાનશ્રી અને તેમની સરકારે કરોડો હિન્દુઓના શ્રદ્ધા-આસ્થા કેન્દ્ર સમુ ભગવાન રામચંન્દ્રનું મંદિર અયોધ્યામાં નિર્માણ થાય તે માટે દાખવેલી પ્રતિબદ્ધતા આ નિર્ણયમાં પ્રતિબિંબિત થઇ છે તેમ પણ ઉમેર્યુ છે.        મુખ્યમંત્રીશ્રીએ આ ઐતિહાસિક નિર્ણય અંગે પ્રતિક્રિયા આપતાં એમ પણ જણાવ્યું કે, ૬૭ એકર જમીન રામ મંદિર નિર્માણ અને પ એકર જમીન વકફ બોર્ડને ફાળવીને વર્ષોજૂના આ પ્રશ્નનું પરિપકવતાથી સમાધાન થયુ છે.

તેમણે દેશની સર્વોચ્ચ અદાલતે આપેલા નિર્ણયને જનતા જનાર્દન અને સરકારે સુંદર-સુમેળભર્યા વાતાવરણ દ્વારા આવકારીને તથા વર્ષોની વિવાદિત  સમસ્યાનો સરળતાથી ઉકેલ લાવીને લોકલાગણીને માન આપવા માટે પણ પ્રધાનમંત્રીશ્રીને ધન્યવાદ આપ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.