અયોધ્યામાં રામ મંદિર માટે ૧લી એપ્રિલથી દાન લેવાનું શરૂ

અયોધ્યા, રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના બોર્ડ ઓફ ટ્રસ્ટીઓની ચાર એપ્રિલે બેઠક મળવાની છે. દરમિયાન ટ્રસ્ટે નિર્ણય લીધો છે કે ૧ એપ્રિલ-૨૦૨૦થી શરૂ થઈ રહેલા નવા નાણાકીય વર્ષમાં રામમંદિર નિર્માણ માટે દાનદાતાઓના દાનની રકમ ટ્રસ્ટ દ્રારા મેળવવાનું શરૂ કરી દેવામાં આવશે.
ટ્રસ્ટે દાન મેળવવા માટે ભારતીય સ્ટેટ બેન્કની અયોધ્યા શાખામાં એક વધારાનું એકાઉન્ટ ઝીરો બેલેન્સથી ખોલાવ્યું છે. આ અંગેની સ્પષ્ટ્રતા કરતાં રામ જન્મભૂમિ ટ્રસ્ટના ટ્રસ્ટી અને આર એસ એસના પ્રાંત કાર્યવાહ ડો.અનિલ મિશ્રએ જણાવ્યું કે ૩૧ માર્ચ પહેલાં દાનની રકમ પ્રા કરવાથી ચાલું નાણાકીય વર્ષના લેખા-જોખા પ્રસ્તુત કરવા પડશે. અત્યારે ટ્રસ્ટનું આવકવેરા વિભાગમાં રજિસ્ટ્રેશન થઈ ચૂકયું છે. ટ્રસ્ટ દ્રારા આવકવેરા વિભાગમાં રજિસ્ટ્રેશન ૧૦ (૨૩સી)૫ અંતર્ગત કરાવવામાં આવ્યું છે જેમાં ટ્રસ્ટને દાનની રકમમાં સો ટકા આવકવેરાની છૂટ મળશે. આ જ રીતે ટ્રસ્ટે ૮૦-જીના સ્થાને ૩૫-એસી અંતર્ગત આવકવેરા વિભાગ પાસેથી પ્રમાણપત્ર મેળવ્યું છે જેમાં દાનદાતાને પણ આવકવેરામાં સો ટકાની છૂટ પ્રા થશે. આ પહેલાં ટ્રસ્ટનું પાન કાર્ડ પણ બનાવી લેવામાં આવ્યું હતું.
ચૈત્ર નવરાત્રીથી રામજન્મ ભૂમિમાં વિરાજમાન રામલલાનું સ્થાન પરિવર્તન થઈ જશે. આ પહેલાં નવા સ્થાન ઉપર ૨૦ માર્ચથી વૈદિક આચાર્ય વિધિવત અનુન આરભં કરશે. આ સાથે જ વિરાજમાન રામલલાના ગર્ભગૃહમાં પણ અલગથી અનુન શરૂ થશે. રામજન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયનું કહેવું છે કે દેવતાનું સ્થાન બદલવા માટે આદેશની જરૂર રહે છે.