અયોધ્યામાં ૪૯૨ વર્ષ બાદ રામલલાના દરબારમાં ફરી હોળી રમાશે
અયોધ્યા: હોલી ખેલે રધુવીરા, અવધમાં હોળી ખલે રધુવીરા લાંબા સમયથી આ લોકગીત વાગતુ રહ્યું છે પરંતુ દર વર્ષ અવધમાં ભગવાન રામની હોળી બેરંગ રહેતી હતી પરંતુ ૪૯૨ વર્ષ બાદ પહેલો પ્રસંગ છે જયારે શ્રીરામલલાના દરબારમાં ભવ્યતાની સાથે હોળીની ઉજવણી કરવામાં આવશે રંગોત્સવની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. અનેક પ્રકારના ફુલો ટેસુના રંગ અને અન્ય પ્રાકૃતિક રંગોના ઓર્ડર ફાગોત્સવ માટે આપી દેવામાં આવ્યા છે.
રંગોત્સવ આમ તો વ્રજની પરંપરા છે પરંતુ અવધની હોળી અને ફાગ ગીતોથી સાહિત્ય ભરેલુ પડયું છે રામનગરી અયોધ્યામાં આમ તો હોળી પર્વ પર મઠ મંજિરોમાં સંત ભગવાનની સાથે હોળી રમે છે પરંતુ શ્રીરામ જન્મ ભૂમિ પરિસરમાં વિરાજમાન રામલલા દાયકાથી આ વિશેષ આયોજનથી વંચિત રહેતા હતાં ૪૯૨ વર્ષ બાદ આ પહેલી હોળી હશે જયારે અયોધ્યામાં હોળીના રંગોની ફુહાર અહીં રામલલા પરિસરમાં પણ પડશે આ હોળીમાં સંત મહાત્માઓની સાથે અયોધ્યાવાસી પણ ઝુમતા નજરે પડશે
રામ જન્મભૂમિ પર વર્ષ ૧૫૨૮માં મુગલ સમ્રાટ બાબના સેનાપતિ મીર બાકીના હુમલા બાદ રામલલા પરિસરમાં કોઇ પણ ઉત્સવ પરંપરાની યોગ્ય રીતે નિર્વાહ થઇ શકયુ નહીં હવે સદીઓ બાદ જયારે રામલલા ટેંટની બહાર અસ્થાયી મંદિરમાં બિરાજમાન છે તો પહેલીવાર અયોધ્યામાં હવે દીપોત્સવ બાદ હોલિકોત્સવની રોનક પાછી ફરશે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્્સ્ટના સભ્ય અલિ મિશ્રાના જણાવ્યા અનુસાર રામ મંદિર નિર્માણની ખુશીમાં આ વખતે શ્રીરામ લલાના દરબારમાં હોળી પુરી ભવ્યતાની સાથે મનાવવામાં આવશે ખાસ કરીને વિશેષ ફુલો ટેસુના રંગ અને પ્રાકૃતિક ગુલાલના ઓર્ડર આપવામાં આવ્યા છે.બધા ભગવાનની સાથે મળી હોળી રમશે
રામનગરી અયોધ્યામાં હોળી આધ્યાત્મિક રંગમાં રંગાયેલી હોય છે. બપોરના સમયે વ્યંજનોનો ભોગ કરવામાં આવશે ભગવાનને નવા પોશાક પહેરાવવામાં આવશે અને ગુલાલ લગાવાશે સાંજે ભગવાનની સામે હોળી ગીતોની મહેફીલ જામશે અયોધ્યાના તમામ આઠ મઠમાં ભકત અને સંતો મળી ભગવાનની ભક્તિમાં લીન થઇ જશે