અયોધ્યા કેસઃસીજેઆઇ રંજન ગોગોઇએ વિદેશ પ્રવાસ રદ કર્યો
નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ ભૂમિ વિવાદ મામલામાં ૪૦ દિવસથી ચાલી રહેલ દલીલ બાદ સુનાવણી પુરી કરી નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.સીજેઆઇ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની બંધારણીય બેંચ હવે દાયકા જુના આ મામલાનો નિર્ણય સંભળાવશે. આશા કરવામાં આવી રહી છે કે આ મામલા પર એક મહીનાની અંદર નિર્ણય આવી શકે છે જો કે અદાલત તરફથી નિર્ણયની કોઇ તારીખ નિશ્ચિત કરવામાં આવી નથી.
બંન્ને પક્ષો તરફથી અપીલ દરમિયાન જે વિનંતી કરવામાં આવી કે શું તેની પણ બહાર આગળ પાછળ શું કંઇક સંભાવના બને છે.પક્ષકારોને એ લેખિતમાં જણાવવામાં માટે કહેવામાં આવ્યું છે જો કે એ જાવાની વાત હશે કે આ મામલામાં મોલ્ડિંગ ઓફ રિલીફ સિધ્ધાંત કંઇ હદ સુધી લાગુ કરી શકાય છે આ ઉપરાંત બેચે પણ તમામ પક્ષોથી ત્રણ દિવસની અંદર મોલ્ડિંગ ઓફ રિલીફ પર પોત પોતાનો લેખિત પક્ષ રજુ કરવાનો નિર્દેશ આપ્યો છે.બેંચે સ્પષ્ટ કરી દીધુ છે કે હવે કોઇ મૌખિક ચર્ચા થશે નહીં. મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ ૧૭ નવેમ્બરે નિવૃત થઇ રહ્યાં છે અને આ પહેલા તેઓ વિદેશ પ્રવાસે જવાના હતાં પરંતુ તેમણે તેમનો પ્રવાસ રદ કરી દીધો છે.
અયોધ્યા મામલાની સુનાવણી કરી રહેલ બંધારણીય બેંચના અધ્યક્ષ સીજેઆઇ ગોગોઇને દક્ષિણ અમેરિકાના કેટલાક દેશો મધ્યપૂર્વ સહિત કેટલાક અન્ય દેશોની સત્તાવાર યાત્રા પર જવાનું હતું સુત્રોએ જણાવ્યું હતું કે સીજેઆઇએ પ્રસ્તાવિત વિદેશ યાત્રાને અંતિમ રૂપ મળતા પહેલા જ તેને રદ કરી દીધો છે.ગોગોઇએ ગત વર્ષ ૩ ઓકટોબરના ૪૬માં મુખ્ય ન્યાયમૂર્તિના રૂપમાં સોગંદ લીધા હતાં.૪૦ દિવસ સુધી ચાલેલી અયોધ્યા મામલાની સુનાવણી એ રીતે પણ મહત્વપૂર્ણ છે કે આ સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં કેશવાનંદ ભારતી મામલા બાદ બીજી સૌથી લાંબી સુનાવણી હતી. કેશવાનંદ મામલામાં ૬૮ દિવસ દલીલ ચાલી હતી.