અયોધ્યા કેસ : ચુકાદા પહેલા ઉત્તરપ્રદેશમાં જવાનો તૈનાત
લખનૌ : સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદ પર ચુકાદાની તારીખ નજીક આવી રહી છે ત્યારે ઉત્તરપ્રદેશમાં કાનુન અને વ્યવસ્થાની સ્થિતી જાળવી રાખવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. હવે ચુકાદા પહેલા મજબતુ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.
૩૪ સંવેદનશીલ જિલ્લામાં ડીજીપી દ્વારા જરૂરી આદેશ જારી કરવામાં આવ્યા છે. અયોધ્યા મામલામાં સુનાવણી પૂર્ણ કરી લેવામાં આવ્યા બાદ હવે ચુકાદા પર તમામની નજર રહેલી છે. અફવા, બેકાબુ ભીડ પર કાબુ મેળવી લેવા સહિતના પગલા લેવામાં આવી રહ્યા છે. પોલીસના વાહનોના રિપેરિગ માટેની કામગીરી ચાલી રહી છે. સોશિયલ મિડિયા પર મોટા પાયે નજર રાખવામાં આવી રહી છે.
૩૪ જિલ્લા પોલીસ વડાઓ માટે પણ આદેશ જારી કરવામાં આવ્યા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે ૩૪ જિલ્લા પ્રમુખોને આદેશ જારી કરવામાં આવ્યા છે તેમાં મેરઠ, આગરા, અલીગઢ, રામપુર, બરેલી, ફિરોજાબાદ, કાનપુર, લખનૌ, શાહજાહપુર, શામલી, બુલંન્દદશહેર, આજમગઢનો સમાવેશ થાય છે.
પોલીસ તંત્રમાં જન સંવાદ ુપર પણ ભાર મુકવામાં આવી રહ્યો છે. અયોધ્યા મામલે ચુકાદાને લઇને દેશના તમામ લોકો નજર રાખી રહ્યા છે. ખાસ કરીને હિન્દુ સમુદાયના લોકો, સાધુ સંતો અને મુસ્લિમ સમાજના લોકોની આના પર ખાસ નજર છે કોઇ પણ રીતે શાંતિ જાળવી રાખવા માટે તમામ પ્રયાસો થઇ રહ્યા છે.
અયોધ્યાને લઇને મજબુત સુરક્ષા વ્યવસ્થા તો ગોઠવી દેવામાં આવી છે પરંતુ કોઇ જગ્યાએ હાલમાં સંચારબંધી લાગુ કરવાની વાત કરવામાં આવી રહી નથી. અયોધ્યા મામલામાં હવે ચુકાદો ન આવે ત્યાં સુધી મજબૂત સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવશે. ૩૪ સંવેદનશીલ જિલ્લાઓમાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.