અયોધ્યા જતા સંતનું મધ્ય ગુજરાત મુસ્લિમ સમાજ દ્વારા સન્માન કરાયું
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) મહેમદાવાદ તાલુકાના કેસરા માં આવેલ મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ ના કાર્યાલય માં આજે સંસ્થાના હોદ્દેદારો દ્વારા બગદાણા (સૌરાષ્ટ્ર) થી અયોધ્યા નગરી દંડવત યાત્રા કરીને જઈ રહેલા સંત નું સન્માન કરી કોમી એકતા દીપાવી હતી
સંતની આ યાત્રા સફળ બને તેવી શુભેચ્છાઓ આપી હતી બગદાણા (સૌરાષ્ટ્ર) થી અયોધ્યા નગરી દંડવત યાત્રા એટલે કે જમીન ઉપર સુતા સુતા ગોલંબટીયા ખાતા ખાતા અયોધ્યા પહોચવાના ઈરાદા સાથે નીકળેલા મહારાજ શ્રી સંત શ્રી રાઘવદાસજી ગુરૂ મદનમોહનદાસ બાપુ ખાખી કુઢડા આજરોજ મહેમદાવાદ તાલુકાના કેસરા ના મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ ના કાર્યાલય ખાતે આવી પહોંચ્યા હતા
મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ ના પ્રમુખ કરીમ ભાઈ મલેક, શહેર ના કનવિનર રઝાક ભાઈ જીરા વાલા,ઈસુબ ભાઈ મલેક, બાબુભાઈ આડવાણી, ડેપ્યુટી સરપંચ કેવલ પટેલ,અરેરી ગામના સરપંચ અશોકભાઈ પટેલ,કેસરા ગામના હિન્દુ મુસ્લિમ આગેવાનો વિગેરે
મોટી સંખ્યામાં હાજર રહી મહારાજ શ્રી નું સાલ ઓઢાડી સન્માન કર્યું હતું કરીમ ભાઈ મલેક તેમજ અન્ય હાજર રહેલા લોકોએ મહારાજ શ્રી ને તેમની આ યાત્રા સફળ બને તથા અયોધ્યા જઈ આપણા દેશની પ્રગતિ માટે તેમ કોમી એકતા જળવાઈ રહે તે માટે પ્રાર્થના કરવા જણાવ્યું હતું