અરબાઝ સાથે ડિવોર્સ પછી ડરી ગઈ હતી મલાઈકા
મુંબઇ, બોલિવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ખાસ્સી પોપ્યુલર છે અને તેનું ફેન ફોલાઈંગ પણ વધતું જઈ રહ્યું છે. ફોલોઅર્સ હશે તો તેની સાથે ટ્રોલર્સ પણ હશે. સોશિયલ મીડિયા પર મલાઈકા અવારનવાર ટ્રોલર્સના નિશાને આવતી રહે છે.
પોતાના કેટલાય ઈન્ટરવ્યૂમાં મલાઈકા અરોરા નેગેટિવ કોમેન્ટ્સ અને ટ્રોલર્સ સામે બળાપો વ્યક્ત કરી ચૂકી છે. સોશિયલ મીડિયા પર આવીને ખરાબ ટિપ્પણી કરતાં લોકો સામે મલાઈકા આંખ આડા કાન કરતાં શીખી ગઈ છે.
હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂમાં મલાઈકાએ જણાવ્યું કે, ટ્રોલિંગ પર તેના માતાપિતાની કેવી પ્રતિક્રિયા આવતી હતી. ઈન્ટરવ્યૂમાં મલાઈકાએ જણાવ્યું કે, તેના માતાપિતાને આ ટ્રોલિંગથી ફરક પડતો હતો. ત્યારે તેણે તેમને સમજાવ્યા અને ધ્યાન ના આપવાનું કહ્યું હતું.
મલાઈકાએ કહ્યું, “મારા પેરેન્ટ્સ મને કહેતા હતા ‘બેટા કોઈએ ફલાણું કહ્યું કે ઢીકણું કહ્યું.’ છેવટે મારી ધીરજ ખૂટતાં મેં તેમને બેસાડીને કહ્યું કે, આ બધો કચરો વાંચવાનો બંધ કરી દો. તમારી એનર્જીને આવી બાબતોમાં ના વેડફશો. દિવસના અંતે તો તેઓ પણ મા-બાપ છે એટલે ખરાબ વાતો સાંભળીને ચોક્કસથી તેમને નિરાશા થાય. પરંતુ એકવાર મેં તેમને બેસાડીને સમજાવ્યા ત્યારથી તેમણે ફરી ક્યારેય ટ્રોલિંગના મુદ્દે વાત નથી કરી.
ટ્રોલિંગ અંગે આગળ વાત કરતાં મલાઈકાએ કહ્યું કે, ટ્રોલર્સના પણ બેવડા ધોરણો છે. પશ્ચિમના દેશોમાં સેલિબ્રિટીઝ કંઈક નવું પહેરે કે પોતાના પહેરવેશ સાથે કોઈ પ્રયોગ કરે તો લોકો વખાણ કરે છે. જ્યારે અહીં ભારતીય સેલિબ્રિટીઝ પરિધાન સાથે પ્રયોગ કરે તો તેમને ટ્રોલ કરવામાં આવે છે. આ જ ઈન્ટરવ્યૂમાં મલાઈકા અરોરાએ પતિ અરબાઝ ખાન સાથેના ડિવોર્સ અંગે પણ વાત કરી હતી.
મલાઈકાએ જણાવ્યું કે ડિવોર્સ બાદ તે ડરી ગઈ હતી. અરહાનની સિંગલ મધર બનીને તેને ડર લાગી રહ્યો હતો. મલાઈકાને સતત થતું કે બધી જ જવાબદારી તેના માથે આવી ગઈ છે અને હવે દીકરા માટે થઈને તેણે વધુ જવાબદાર બનવું પડશે.
અરહાનને સાચી દિશા બતાવવાની હતી ત્યારે પણ મલાઈકા ‘ડર અને ર્નિબળતા’ અનુભવી રહી હતી. સિંગલ મધર હોવાથી તેણે કામ પણ કરતું રહેવાનું હતું અને મોટા લીપ ના લઈ શકે તે પણ મલાઈકાને સમજાયું હતું. જણાવી દઈએ કે, મલાઈકા અને અરબાઝે ૧૯૯૮માં લગ્ન કર્યા હતા. ૨૦૧૭માં કપલે છૂટાછેડા લીધા હતા. હાલ મલાઈકા અર્જુન કપૂર સાથે રિલેશનશીપમાં છે જ્યારે અરબાઝ જ્યોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યો છે.SSS