Western Times News

Gujarati News

અરમાન મલિકને વિશાલ-શેખરે આપ્યો હતો બ્રેક

મુંબઈ: છોકરીઓના મોસ્ટ ફેવરિટ અને યુવાનોના મનગમતા ગાયક અરમાન મલિકને કોઈ ઓળખાણની જરુર નથી. અરમાન મલિકનો જન્મ ૨૨ જુલાઈ ૧૯૯૫ના રોજ મુંબઈમાં થયો હતો. આજે તેનો ૨૬મો જન્મદિવસ છે. ત્યારે જાણીએ તેના જીવનની કેટલીક ખાસ વાતો. અરમાન મલિકના પરિવારનો સંગીત સાથે જુનો સંબંધ છે. તે હિન્દી સિનેમાના પ્રખ્યાત સંગીતકાર સરદાર મલિકનો પૌત્ર અને અનુ મલિકનો ભત્રીજાે છે. તેના પિતાનું નામ ડબ્બુ મલિક છે.

અરમાન મલિકે ચાર વર્ષની ઉંમરે ભારતીય શાસ્ત્રીય સંગીતની તાલીમ લેવાનું શરૂ કર્યું હતું. અરમાને મલિકે નવ વર્ષની ઉંમરમાં ’સા રે ગા મા પા લિલ ચેમ્પ્સ’ની પ્રથમ સિઝનમાં ભાગ લીધો હતો. આ શોમાં તે ટૉપ સાત સુધી પહોંચ્યા બાદ બહાર થઈ ગયો હતો. એવું કહેવામાં આવે છે કે, અરમાનનો રડવાનો અવાજ સાંભળીને માતા-પિતા સમજી ગયા હતા કે તે એક મહાન ગાયક બનશે. અરમાન મલિકે આઠ વર્ષની વયે ગાવાનું શરૂ કર્યું હતું. આજે તે જાણીતો ગાયક છે.

તેણે પાર્લાની જમનાબાઈ નરસી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. તેણે બર્કલી કોલેજ ઓફ મ્યુઝિક બોસ્ટનથી સંગીતનો અભ્યાસ કર્યો હતો. સ્કુલમાં જ્યારે અરમાન ભણતો હતો ત્યારે તેની પરીક્ષા ચાલતી હતી. એ સમયે એકવાર ટીચર ક્લાસમાં દોડતા-દોડતા આવ્યા અને કહ્યું કે, તારી મમ્મી બહાર રાહ જાેઈ રહી છે. એક્ઝામ હૉલમાંથી અરમાન બહાર આવ્યો ત્યારે તેને ખબર પડી કે વિશાલ-શેખરની જાેડી તેની પાસેથી ગીત રેકૉર્ડ કરાવવા માંગે છે.

આ ગીત અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘ભૂતનાથ’ માટે રેકૉર્ડ કરવામાં આવ્યું હતું. ચાઈલ્ડ સિંગર તરીકે આ અરમાન મલિકનું પહેલું ગીત હતું. પછી બૉલિવૂડમાં તેણે પહેલું ગીત સલમાન ખાન માટે ગાયું હતું. એડલ્ટ સિંગર તરીકે અરમાન મલિકનું પહેલું ગીત ‘તુમકો તો આના હી થા’ હતું. અરમાન મલિકને ‘મૈં રહૂં યા ન રહૂં’ ગીતથી એક અલગ ઓળખ મળી હતી. આ ગીત કોઈ ફિલ્મનું નહોતું. આ ગીતને તેના ભાઈ અમાલ મલિકે કમ્પોઝ કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.