અરમાન મલિકે ટૂ સ્ટેપ ગીત માટે અંગ્રેજી ગાયક એડ શીરાન સાથે હાથ મિલાવ્યા
મુંબઈ,બોલિવૂડના ફેમસ સિંગર અરમાન મલિકના ગીતોની આખી દુનિયા દીવાની છે. ફેન્સ તેના ગીતોને ખૂબ પસંદ કરે છે. હાલમાં જ તેનું નવું ગીત આવવાનું છે પરંતુ આ વખતે અરમાને પોતાના ફેન્સને ખુશ કરવા માટે કંઈક નવું કર્યું છે.હકીકતમાં અરમાન મલિકે સોમવારે ખુલાસો કર્યો હતો કે, તેણે પોતાના નવા ગીત ૨સ્ટેપ માટે અંગ્રેજી ગાયક એડ શીરાન સાથે હાથ મિલાવ્યા છે.
અરમાન મલિક અને એડ શીરાન બંને સિંગર તેમના સંગીત માટે જાણીતા છે. સાથે જ બંનેની ખૂબ સારી ફેન ફોલોઈંગ પણ છે.અરમાન મલિકનું આ ગીત એક કલાકારના જીવનના સંઘર્ષ પર આધારિત છે. પોતાના ગીત વિશે વધુ જણાવતા અરમાન મલિકે કહ્યું હતું કે, આ ગીતમાં તમને તમારા સાથીનું મહત્વ સમજી શકશો. તેથી જ્યારે મારો આ પ્રોજાેક્ટ અંગે સંપર્ક કરવામાં આવ્યો અને સંક્ષિપ્ત જાણકારી આપવામાં આવી, તો મને તરત જ ખબર પડી કે મારા ગીતો એવા ઘણા અનુભવોને સંબોધે છે જેઓ મને વર્ષોથી પરેશાન કરે છે.
અરમાન મલિકે કહ્યું હતું કે, એક સફળ યુવા સિંગર જેટલો શાનદાર દેખાય છે એટલો ચમકદાર હોતો નથી. સાથે જ તેણે કહ્યું હતું કે, ઘણા વર્ષોની મહેનત બાદ આજે આ તબક્કે પહોંચ્યો છું.તમને જણાવી દઈએ કે, અરમાન મલિકે એમ પણ કહ્યું હતું કે, આ ગીત મંગળવારે રિલીઝ કરવામાં આવ્યું છે. સિંગર અરમાન મલિકને દર્શાવતું એડ શીરાનનું ૨સ્ટેપ હવે તમામ મ્યુઝિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. ગીતનું ઓરિજનલ વર્ઝન ૨૦૨૧માં એડ શીરાનના આલ્બમ ઈક્કલમાં રિલીઝ થયું હતું.ss2kp