અરવલ્લીઃ તરકવાડા પ્રાથમિક શાળામાં જલારામ સેવા ટ્રસ્ટના ઉપક્રમે નેત્ર નિદાન કેમ્પ યોજાયો
જલારામ સેવા ટ્રસ્ટ મેઘરજ ના સૌજન્ય પી આર ઓ બી પી બામણીયા પ્રયત્ન થી તરકવાડા પ્રાથિમિક શાળામાં આંખના મોતિયાની તપાસ અને આંખના ઓપરેશન માટે કેમ્પ યોજવામાં આવ્યો હતો જેના તરકવાડા ગામે પંચાયત ના સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચ તેમજ ગામના અગ્રણી અને જલારામ મંદિર ના મહારાજ ની ઉપસ્થિતિ માં મંગલ દીપપ્રાગટ્ય કરી ઉદ્ધઘાટન કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે બી પી બામણીયાના જણાવ્યા મુજબ જલારામ સેવા ટ્રસ્ટ ની કામગીરી અને આજ સુધી આ વિસ્તાર ના કુલ 159 જેટલા સફર ઓપરેશ થયેલા તેમજ આંખ ના વિશે માહિતી આપવામાં આવી હતી ત્યારે ગામના તેમજ આજુબાજુના વિસ્તારના ભાઈઓ અને બહેનો એ કેમ્પ માં સાથ સહકાર આપી કોરોનાની ગાઇડલાઇન્સ તેમજ સોશ્યલ ડિટન્સ ના પાલન સાથે તેમજ સૅનેટાઇઝ સાથે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
આ કેમ્પ માં ડૉ તેજપાલ પટેલ દ્વારા મોતિયા જામર ની તપાસ કરી પોરેશન માટે તારીખ આપી મફત ઑપરેશન માટે મેઘરજ ખાતે દાખલ થવા જણાવેલ અને આ કેમ્પ માં રાહત દરે નજીક તેમજ દૂરના ચશ્મા નું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
દિલીપ પુરોહિત. બાયડ