Western Times News

Gujarati News

અરવલ્લીના કલાકારો અને સાઉન્ડ(ડીજે)ના સંચાલકોની રોજગારી માટે છુટછાટ આપવા માંગ

પ્રતિનિધિ દ્વારા ભિલોડાકોરોના વાયરસની મહામારીને નાથવા કેન્દ્ર સરકારે જાહેર કરેલા લોક ડાઉનથી અનેક ધંધાર્થીઓની હાલત દાયનીય બની છે જેમાં કલાકરો અને  સાઉન્ડ સંચાલક તેમજ ડીજે સંચાલકોની હાલત કફોડી બની છે, ત્યારે અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલાકારો અને ડીજેના વ્યવસાય સાથે જોડાયેલ લોકોએ તેમના વ્યવસાયને સરકારી ગાઈડલાઈન અનુસાર મંજૂરી આપવામાં આવેની માંગ સાથે અધિક જીલ્લા કલેકટરને   આવેદનપત્ર આપી રજુઆત કરી હતી કે  લોક ડાઉનથી કલા જગતના તમામ કલાકારોની રોજગારી પર માઠી અસર પડી છે.

કલાકારો રોજગારી વિના મુંઝવણમાં મુકાયા છે,જિલ્લાના મોટા ભાગના સંચાલકોની પોગ્રામ પર નિર્ભર હોવાથી પરિવારનું ગુજરાન ચલાવવા હવે કોઈ વિકલ્પ દેખાતો નથી,અનલોક-૪ માં સરકારશ્રી નવી ગાઈડ લાઈન સાથે અનેક ધંધા રોજગારને મંજૂરી આપી ધમધમતા કરી દીધા છે,અમો સૌ કલાકરો અને સાઉન્ડ સિસ્ટમના સંચાલકોને ધાર્મિક,સામાજિક,સરકારી સહિતના કાર્યક્રમોમાં ભાગ લઈ રોજગારી મેળવી શકીએ એ માટે સરકારની ગાઈડ લાઈન મુજબ મંજૂરી આપવા રજૂઆત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.