Western Times News

Gujarati News

અરવલ્લીના કુશાલપુરા ઝોનમાં ૧૦ ગામના લોકોનો સરવે હાથ ધરાયો

૧૦ ગામોના ૧૭,૦૦૦ વસ્તીનો હાઉસ ટુ હાઉસ સરવે હાથ ધરાયો -પ્રથમ દિવસે ૯૦૪૫ લોકોના આરોગ્યની ચકાસણી કરાઇ- ૬૬ આરોગ્યની ટીમમાં ૧૬૩ આરોગ્ય કર્મીઓ સરવે કરશે

સાકરિયા. તા.૧૮,  અરવલ્લી ભિલોડા તાલુકાના કુશાલપુર ગામમાં ૭૦ વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ આવતાં અરવલ્લી જિલ્લા આરોગ્ય અને વહિવટીતંત્રતં દ્વારા આ વિસ્તારને કવોરનટાઈન ઝેાન જાહેર કરવામાં આવ્યો છે, આ અંગે વિગત આપતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી ર્ડા. અનિલ ધામેલીયાએ જણાવ્યું હતું કે, અરવલ્લી ભિલોડા તાલુકાના કુશાલપુરા ગામે ૭૦ વર્ષીય મહિલા કે જેને હદય તકલીફ હતી. તેમની તબિયત ખરાબ હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી.

ત્યારબાદ તેમને અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જયાં શંકાસ્પદ કોવિડ દર્દી જણાતાં તેમનો કોરોના સેમ્પલ લેવામાં આવ્યો હતો. તા.૧૬મી એપ્રિલ, ૨૦૨૦ ના વહેલી સવારે પોઝિટીવ આવ્યો હતો. તેમનું ૧૭ એપ્રિલ ૨૦૨૦ના રોજ મરણ પણ થયું હતું.  જેથી આ વિસ્તારનું મેપિંગ કરી કોરન્ટાઈન ઝોન જાહેર કરી આસ પાસના ૩. કિ.મી વિસતારમાં આવતા ૧૦ ગામોના લોકો અવર-જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

વધુમાં જણાવ્યું હતું કે, કુશાલપુરા કુશાલપુરા વિસ્તારમાં ૧૨ મેડિકલ ઓફિસર, ૧૯ સુપરવાઇઝર અને ૧૩૨ ફિમેલ હેલ્થ વર્કર અને આશા વર્કર મળી કુલ- ૬૬ ટીમ બનાવવામાં આવી છે, જે ૧૭,૦૦૦થી વધુ વસ્તીનો હાઉસ ટુ હાઉસ સર્વે કરશે, જેમાં પ્રથમ દિવસે ૯૦૪૫ લોકોના આરોગ્યનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું.

સર્વે દરમ્યાન શરદી, ખાંસી અને તાવ ત્રણેય હોઇ તેવી એક પણ વ્યક્તિ જોવા મળેલ નથી. કુશાલપુરા વિસ્તારમાં આ સર્વે આગામી ૨૮ દિવસ સુધી સળંગ કરવામાં આવશે. આરોગ્ય ટીમ દ્વારા ઉક્ત વિસ્તારમાં જનજાગૃતિ અર્થે આઇ.ઇ.સી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.  (બકોર પટેલ મોડાસા)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.