અરવલ્લીના કોવીડ સેન્ટરોમાં દર્દીઓના નિરીક્ષણ માટે પુરતા સાધનોનો અભાવ
અરવલ્લી જિલ્લામાં ચાર સરકારી કોવીડ સેંટરો ઉભા કરવામાં આવ્યા છે. જિલ્લામાં મોડાસા, મેઘરજ, ભિલોડા અને બાયડ ખાતે સરકારી કોવીડ સેંટરો હાલ કાર્યરત છે. જેમાં મોડાસામાં ૧૨૫ બેડ મેઘરજ ૨૦ બેડ ભિલોડા.૨૦ બેડ અને બાયડમાં ૧૦૦ બેડ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. જોકે આ મોટાભાગ કોવીડ સેન્ટરો પર આધુનિક તબીબી સાધનો નો અભાવ હોવાથી કોવીડ ના દર્દીઓ ને કેટલીક વખત સેન્ટર બહાર અન્ય ખાનગી પેથોલોજી માં પરિક્ષણ કરાવવા પડે છે.
કોરોના મહામારીએ દેશના હજારો પરિવારોને ઘમરોળી નાખ્યા છે. આજે પણ કોરોના સંક્રમિતો સારવાર મેળવવા માટે હોસ્પિટલોની જાય છે પરંતુ હાઉસફુલના પાટીયા જોઈ હતપ્રભ બની જાય છે, દાખલ થવા લાઈનો લાગે છે અને એમ્બ્યુલન્સ માજ ઓક્સિજન સહિતની સારવાર લેવી પડી રહી છે.. તો અનેકો ઓક્સિજનના અભાવે જીવ ગુમાવી રહ્યા છે. આ પરિસ્થિતિમાં અરવલ્લી જિલ્લામાં કોરોના ના કેસમાં વધારો થતા જિલ્લાના ચાર તાલુકાઓમાં કોવીડ સેંટરો કાર્યરત કરવામાં આવ્યા છે. આ કોવીડ સેંટરો પર દર્દીઓની સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે પરંપરાગત સાધાનો સિવાય આધુનિક સાધનોનો અભાવ છે. જેના પરીણામે દર્દીઓ ને મોટા ભાગે સી.ટી સ્કેન અને ઇ,સી.જી ટેસ્ટ કરાવવા માટે હોસ્પિટલની બહાર અન્ય ખાનગી પેથોલોજી લેબોરેટરીમાં જવું પડે છે. જેથી કેટલીક વખત દર્દીની તબીયત સારી ન હોવાથી ખુબજ પરેશાની વેઠવી પડી છે.
મોડાસા કોવીડ સેંટર
જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં ટ્રસ્ટ સંચાલીત સાર્વજનિક હોસ્પિટલમાં કોવીડ સેંટર સ્થાપવામાં આવ્યુ છે . જેમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ૧૨૫ બેડ ની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્રે ના ઇંચાર્જ તબીબ ને દર્દીઓના નિરીક્ષણ ની વ્યવસ્થા અંગે પુછતા તેમણે જણાવ્યુ હતું કે કોવીડ સેંટર માં ૭ બાઇપેપ, 15 મલ્ટીપારા મોનીટર અને 3 ઇ.સી..જી ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. હાલ આ હોસ્પિટલ માં તમામ બેડ ઓક્યુપાઇ થઇ ગયા છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું ૧૨૫ બેડ વાળી કોવીડ હોસ્પિટલમાં આટલા સાધાનો પુરતા છે.
બાયડ કોવીડ સેંટર
બાયડ વાત્રક કોવીડ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ૧૦૦ બેડ ની વ્યવસ્થા કરવામાં આવી છે . અત્રે ના ઇંચાર્જ તબીબ ને દર્દીઓના નિરીક્ષણ ની વ્યવસ્થા અંગે પુછતા તેમણે જણાવ્યુ હતું કે કોવીડ સેંટર માં દર્દીઓના નિરીક્ષણ માટે 3 બાઇપેપ, ૪ મલ્ટીપારા મોનીટર, ૪ વેન્ટીલેટર 3 ઇ.સી..જી તેમજ એક સી.ટી.સ્કેન ઉપલ્બધ છે.
ભિલોડા કોવીડ સેંટર ભિલોડા કોવીડ સેંટર ની વાત કરીએ તો અત્રેના ૨૦ બેડવાળા કોવીડ સેંટર માં દર્દીઓના નિરીક્ષણ માટે માત્ર ૦૧ બાઇપેપ અને ૦૧ મલ્ટીપારા મોનીટર અને ૧ ઇ.સી..જી ઉપલ્બધ છે. ચાર દિવસ અગાઉ જ અત્રે આર.ટી. પીસીઆર લેબ કાર્યરત કરવામાં આવી છે મેઘરજ કોવીડ સેંન્ટર
મેઘરજ અને ઇસરી કોવીડ સેન્ટર એટલે આઇસોલેશન વોર્ડ ….!! જ્યારે મેઘરજ ના ઇસરી કોવીડ સેંટર ને આસોલેસન સેન્ટર થી વધુ કઇંજ ન કહી તો જરા પણ અતિશયોક્તિ નથી . અત્રે કોવીડ ના દર્દીઓ માટે ૨૦ બેડ ઉપલબ્ધ છે જ્યારે એક પણ વેંટીલેટર, બાઇપેપ મશીન કે મલ્ટીપારા મોનીટર મશીન નથી.
સરકારી ઇજનેરી કોલેજ માં ઉભુ કરાયેલ કોવીડ સેંટર મોડાસા શહેરની સરકારી એન્જીનિયરિંગ કોલેજ ખાતે ઉભું કરાયેલ ૫૦ બેડનું કોવીડ સેન્ટર તંત્રની વાતો માત્ર વાહવાહી મેળવવાના ગતકડાથી વિશેષ કંઈ ના હોય તેવુ ચીત્ર ઉપસી રહ્યું છે.કોવીડ સેન્ટર હાલત બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે ત્યારે ૫૦ બેડનું કોવીડ સેન્ટર ક્યારે કાર્યરત થશે તે જોવું રહ્યું બીજીબાજુ જીલ્લામાં નબળી નેતાગીરીને કારણે પ્રજાને આજે એક-એક બેડ માટે વલખાં મારવા પડી રહ્યા છે.
દર્દીઓનો યોગ્ય ઇલાજ થાય તે માટે આધુનિક સાધનો ઉપલબ્ધ કરાવામાં આવે તે સમય ની માંગ છે
અરવલ્લી ના કોવીડ સેન્ટર્સમાં આધુનિક સાધનો કેમ ઉપલબ્ધ નથી તેનો જવાબ આવવાનો, કોવીડ સેંટર માં હાજર અરોગ્ય અધિકારીઓ નનૈયો ભણયો હતો. સરકારી કોવીડ હોસ્પિટલામાં અપુરતા સાધાનો ને લઇ ને નાણાંકિય સધ્ધરતા ધરાવતા દર્દીઓ ખાનગી હોસ્પિટલ માં સારવાર કરાવે છે . ગરીબ લોકો માટે સરકારી કોવીડ સેંટર ઇલાજ માટે એક માત્ર સહારો છે ત્યારે દર્દીઓનો યોગ્ય ઇલાજ થાય તે માટે આધુનિક સાધનો ઉપલબ્ધ કરાવામાં આવે તે સમય ની માંગ છે.