અરવલ્લીના દ્રોણાચાર્ય : શિક્ષક તીરંદાજીમાં નેશનલ ચેમ્પીયન,બાળકોને તીરંદાજીના પાઠ ભણાવી રહ્યા છે
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: હિન્દુ ધર્મના મહાગ્રંથ મહાભારતમાં દ્રોણાચાર્ય ગુરૂ ધનુર્વિદ્યાનો મહિમા અનોખો છે તેમની પાસે પાંડવો સહીત અનેક રાજા મહારાજા ધનુર્વિદ્યા શીખી પારંગત બન્યા હતા ત્યારે અરવલ્લી જીલ્લામાં અંતરિયાળ વિસ્તારમાં ગોપાવાડા પ્રાથમીક શાળાના શિક્ષક વર્ગીસ ભગોરા ખુદ આર્ચરીમાં ચેમ્પિયન બનવાની સાથે બાળકોને તીરંદાજીમાં નિપુણ બનાવી રહ્યા છે
મેઘરજનગરના અને ગોપાવાડા પ્રાથમિક શાળાના શિક્ષક, તીરંદાજીમાં નેશનલ ચેમ્પીયન બન્યા છે. ગત ૨૧ થી ૨૩ જાન્યુઆરી દરમ્યાન યોજાયેલ ચોથી નેશનલ ગેમ્સ ૨૦૨૦-૨૧ માં, આર્ચરી સ્પર્ધામાં નેશનલ ચેમ્પીયન બની ગોલ્ડ મેડલ મેળવતા અરવલ્લી તેમજ ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે.
અરવલ્લીના મેઘરજ નગરના ૪૨ વર્ષીય વર્ગીસ ભગોરા વ્યવસાયે શિક્ષક છે પરંતુ કલમ ની સાથે તીરંદાજીમાં પણ માહિર છે. તાજેતરમાં રાજકોટ ખાતે નેશનલ ગેમ્સ નું આયોજન કરવામાં આવ્યુ હતું.
જેમાં કબ્બાડી, ખો-ખો, ફુટબોલ, જુડો, બોક્સીંગ, હોકી અને આર્ચારી, સહિતની તમામ રમાતો ની સ્પર્ધાઓ યોજાઇ હતી. જેમાં તીરંદાજી ની રમતમાં જુદા જુદા રાજ્યોના અંદાજે ૪૦ કરતા પણ વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો .જેમાં આર્ચરીના તમામ સ્પર્ધકોમાંમાં અદભુત દેખાવ કરી, વર્ગીશ ભાઇ ગોલ્ડ મેડલ મેળવી નેશનલ ચેમ્પીયન બન્યા છે. તેમણે ખેલ મહાકુંભમાં પણ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ મેળવ્યા છે .
દિકરી પણ નેશનલ ચેમ્પીયન
વર્ગીસભાઇ ને સંતાનોમાં બે દિકરીઓ અને એક દિકરો છે . જેમાં ૧૫ વર્ષ ની મોટી દિકરી ભાર્ગેવી, પણ તીરંદાજીમાં નેશનલ ચેમ્પીયન છે . ભાર્ગેવી એ તીરંદાજીમાં ૬ ગોલ્ડ અને બે સ્લીવર એમ આઠ મેડલ મેળવ્યા છે .ભાર્ગવી છ વર્ષ ની હતી ત્યારથી તેના પિતા તેને તીરંદાજીનું પ્રશિક્ષણ આપી રહ્યા છે. હાલ તે નડીયાડ એકદમી ખાતે પ્રશિક્ષણ મેળવી રહી છે .
પરિવાર ના તમામ સભ્યો ને તીરંદાજીનો શોખ
વર્ગીશભાઇ નો ૭ વર્ષનો દિકરો પણ હવે તીરંદાજી શીખી રહ્યો છે.આ ઉપરાંત તેમની નાની દિકરી અને બહેનની દિકરીઓ પણ તીરંદાજી ની ઘર આંગણે રોજ સવારે પ્રેક્ટીસ કરી રહ્યા છે. તીરંદાજી કરવામાં નિપુર્ણ આ પરિવાર આવનાર દિવસો અરવલ્લીનું અને દેશનું નામ રોશન કરે તો નવાઇ નહિ .