અરવલ્લીના બાયડ તાલુકાના ડેમાઇ ગામની બ્રાહમણ ફળી ર્વિસ્તાર કન્ટેઇનમેન્ટ ઝોનમાં સમાવિશષ્ટ
બફર ઝોન વિસ્તારમાં ૩ જૂલાઇ સુધી લોકોની અવર-જવર પર પ. કિ.મી ત્રિજયામાં પ્રતિબંધ
મોડાસા, હાલમાં વિશ્વભરમાં કોરોના વાયરસ COVID-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્રારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. ભારતમાં પણ COVID-19 ના કુલ-૧,૮૦,૦૦૦ થી વધારે કેસો નોંધાયેલ છે. જે બાબતે ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્રારા સમયાંતરે કોરોના વાયરસ COVID-19 ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને કોરોના વાયરસ COVID-19 ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર-જવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા સારુપ્રતીબંધિત કરવામાં આવે છે.
જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં કોરોનાનો પોઝીટીવ કેસ બાયડ તાલુકાના ડેમાઇ ગામની બ્રાહમણ ફળી નોંધાતા અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી અમૃતેશ ઔરંગાબાદકરને તેમને મળેલી સત્તાની રૂએ ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪ નો બીજો અધિનિયમ) ની કલમ-૧૪૪, ધ એપેડેમીક ડીસીઝ એકટ,૧૮૯૭ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૩૦ તથા ૩૪ અન્વયે વાયરસ ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારી પગલાંરૂપે COVID-19 નો Containment Area (નિયંત્રિત વિસ્તાર) તરીકે જાહેર કરી લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવ્યા છે.
જેમાં COVID-19 નો કેસ મળી આવેલ બાયડ તાલુકાના ડેમાઇ ગામની બ્રાહમણ ફળી વિસ્તારને COVID-19 Containment Area તરીકે જાહેર કરવામાં આવેલ છે. જયારે પાંચ કિ.મી વિસ્તારને બફર ઝોન જાહેર કરેલ છે. જેમાં આ વિસ્તારના એન્ટ્રી અને એક્ઝીટ પોઇન્ટ પર થર્મલ સ્ક્રીનીંગ, વિસ્તારને આવરી લેતા મુખ્ય માર્ગો પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ આવશ્યક સેવાઓ( તબીબી સેવાઓ અને કાયદો અને વ્યવસ્થા સંબંધિત ફરજો સહિત) અને સરકારી વ્યવસ્થાપનની સાતત્યતા જાળવવા સિવાયની પરવાનગી વગર વસ્તીની આવાન-જાવનની પ્રવૃતિઓ પર જરૂરી નિયંત્રણો મુક્યા છે.