અરવલ્લીના માર્કેટયાર્ડ કેન્દ્રના ૧ કરોડ રોકડ રકમ ઉપાડ પર ૨ ટકા TDS વિરોધમાં હડતાલ
પ્રતિનિધિ ધ્વારા, ભિલોડ, કેન્દ્ર સરકાર દ્વારા 1 કરોડ રૂપિયા રોકડ ઉપાડ પર 2 ટકા TDSની જોગવાઈ કરી છે. આ કાયદાની હજી સુધી કોઈ માહિતી વેપારીઓને નહી આપતા વેપારીઓ મુંઝવણમાં મુકાયા છે.TDSના નવા નિયમોને લઇને રાજ્યભરના માર્કેટ યાર્ડમાં વિરોધનો વંટોળ સર્જાયો છે ઉંઝા માર્કેટયાર્ડના વેપારીઓએ સૌપ્રથમ વિરોધ નોંધાવી હડતાલ પર ઉતારવાના નિર્ણય પછી અરવલ્લી-સાબરકાંઠા જીલ્લાના તમામ માર્કેટયાર્ડએ મંગળવાર-બુધવાર એમ બે દિવસ હડતાલ પર ઉતારી વિરોધ નોંધાવશે જેમાં પ્રથમ દિવસે મોડાસા માર્કેટયાર્ડમાં હડતાળમાં કેટલાક વેપારીઓ ન જોડાતા મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો.
રાજ્યભરમાં આવેલા માર્કેટિંગ યાર્ડમાં 1 કરોડની રોકડ ઉપાડ પર 2 ટકા ટીડીએસ કાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જો કે આ નિર્ણયનો માર્કેટિંગ યાર્ડ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. અરવલ્લી જીલ્લાના માર્કેટયાર્ડના વેપારીઓએ મંગળવારે હડતાલના પ્રથમ દિવસે ધંધા-વેપાર બંધ રાખી વિરોધ નોંધાવી માર્કેટ યાર્ડના વેપારીઓએ સરકારને વિનંતી કરી કે ટીડીએસ કપાતમાંથી માર્કેટ યાર્ડને બાદ કરવા જોઇએની માંગ કરી રહ્યા છે માર્કેટયાર્ડની હડતાલ થી અજાણ કેટલાક ખેડૂતો ખેત પેદાશ સાથે વેચાણ અર્થે પહોંચતા ધર્મનો ધક્કો ખાવો પડ્યો હતો
કેન્દ્ર સરકાર દ્વારા 1 કરોડ રૂપિયા રોકડ ઉપાડ પર 2 ટકા TDSની જોગવાઈ કરી છે. આ કાયદાની હજી સુધી કોઈ માહિતી વેપારીઓને નહી આપતા વેપારીઓ મુંઝવણમાં મુકાયા છે. સરકાર દ્વારા વેપારીઓને જ્યાં સુધી આ કાયદાની યોગ્ય માહિતી પહોંચાડવામાં આવેની માંગ કરી હતી અને TDS સંપૂર્ણ નાબૂદ કરવામાં આવેની માંગ પણ વેપારીઓમાં ઉઠી છે.