Western Times News

Gujarati News

અરવલ્લીના શામળાજીમાં ભેદી ધડાકો થતાં યુવકનું મોત

અરવલ્લી, અરવલ્લીના શામળાજીમાં આજે એક મકાનમાં ભેદી ધડાકાને પગલે યુવકનું મોત થતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચ્યો હતો.શામળાજીમાં આ ભેદી ધડાકામાં જાનહાનિના સમાચાર મળ્યાં છે જેમાં એક યુવકનું મોત થવાનું જાણવા મળ્યું છે.

જ્યારે ૨ બાળકીઓ સહિત એક મહિલા પણ ઈજાગ્રસ્ત થઈ છે. જેથી આ ઘટનામાં એકનું મોત અને ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.૨ બાળકી અને મહિલાને હાલ તો શામળાજી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. જાે કે આ ધડાકો શેના કારણે થયો છે તેનું કારણ હજુ અકબંધ છે.

હાલમાં આ ઘટનાને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક ધોરણે પણ હજુ સુધી આ અકસ્માતને લઈને કોઈ પણ કારણ જાણવા મળ્યું નથી.આ ઘટનાથી ચકચાર મચી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.