અરવલ્લીના ૨૫,૫૦૩ લોકોએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી
ઓરોગ્ય સેતુ એપથી ૫૫૩ લોકોએ સ્વનિરીક્ષણ પણ કર્યુ
દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૩ મે સુધી લોકડાઉનની સમય મર્યાદા વધારવાની જાહેરાત કરી છે તે સાથે સાથે દેશના તમામ લોકોને કોરોના વાયરસ એટલે કે COVID-19ના સંક્રમણથી બચવા આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા પણ ભલામણ કરી હતી.
કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ૨ એપ્રિલના રોજ આરોગ્ય સેતુ નામની એપ શરૂ કરવામાં આવી છે. દેશની ૧૧ ભાષાઓમાં ઉપલબ્ધ આરોગ્ય સેતુ એપમાં કોરોના સબંધીત COVID-19ના સંક્રમણને લગતા જોખમો અને તેનુ સચોટ વિવરણ. તમારા લોકેશન અને સામાજિક ગ્રાફની મદદથી તમે કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા છો કે કેમ ? તેવી તમામ માહિતી આરોગ્ય સેતુ એપમાં સમાવેશ કરાયો છે
રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પણ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી રોગના સંક્રમણથી બચવા સહકાર માંગ્યો હતો જેનો સારો એવો પ્રતિસાદ મળ્યો છે. જેમાં અરવલ્લીવાસીઓ પણ આરોગ્ય માટે જાગૃત થઇ ૨૫, ૫૦૩ લોકોએ આરોગય સેતુ એપ ડાઉનલોડ કરી છે. જયારે ૫૫૩ લોકોએ જાત તપાસ કરી પોતાના જીવને સુરક્ષિત કરવા માટે કટીબધ્ધ થયા છે. (દિલીપ પુરોહિત. બાયડ)