Western Times News

Gujarati News

અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલું આ મંદિર પર્યટક સ્થળ તરીકે ઉભરી શકે તેમ છે

ડુંગરોની વચ્ચે શિવલિંગ અને તેની બાજુમાં અવિરત વહેતુ ઝરણું સૌ પર્યટકો માટે અકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.

નૈસર્ગિક શિવ મંદિર માટે વનખાતાની જમીન ફાળવવા ગ્રામજનોની માંગણી

વડાલી, વડાલી તાલુકામાં આવેલ મોરઝેર મંદિરે શ્રાવણ માસને લઇ ભક્તોની ભીડ જાેવા મળી. રાજ્ય સરકાર દ્વારા આ મંદિરનો વિકાસ કરવામાં આવે તો પર્યટક સ્થળ તરીકે ઉભરી આવે.

વડાલી તાલુકાની પશ્ચિમે નાગરી મોરડ અને કુબાધરોલ ગામની ત્રિભેટે અરવલ્લીની ગિરિમાળાઓ આવેલી છે. આ ગિરિમાળાઓની વચ્ચે સો વર્ષથી વધુ પૌરાણિક મોરઝેર મંદિર આવેલું છે. ભૂતકાળમાં આ અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે જંગલ વિસ્તાર હોવાથી આ મંદિર કોઇ પહોંચી શકતુ નહોતું.

પરંતુ છેલ્લા બે વર્ષથી મોરડ અને નાદરી ગામના ગ્રામજનો દ્વારા આ મંદિર માટે જવાનો રસ્તો તેમજ અન્ય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે જેને લઇ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આ મંદિરના દર્શનાર્થે આવી રહ્યા છે. સતત પહાડોમાંથી વહેતુ અવિરત ઝરણું અને તેની ધારા શિવલિંગ ઉપર અવિરતપણે પડતી રહેતી હોવાથી આ મંદિર સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

દુષ્કાળના સમયમાં પણ અવિરત ધારા આ શિવલિંગ ઉપર પડતી રહે છે. ઉપર ડુંગર ઉપર મોટુ શિવલિંગ બનાવવામાં આવેલ છે. ડુંગરોની વચ્ચે શિવલિંગ અને તેની બાજુમાં અવિરત વહેતુ ઝરણું સૌ પર્યટકો માટે અકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.

અત્યારે હાલ શ્રાવણમાસ ચાલી રહ્યો છે  ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ મંદિરની મુલાકાતે આવી રહ્યા છે. લોકો આ રમણીય સ્થળ ઉપર ભજન કીર્તન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. આ અંગે સ્થાનિક આગેવાન ધુળાભાઇ પટેલના જણાવ્યા મુજબ આ મંદિરનો વિકાસ કરવો છે. પર્યટક સ્થળ તરીકે ઉભરી આવે તેવી જગ્યા છે.

અમારી પાસે દાતાઓ સામે ચાલીને દાન આપવા તૈયાર છે પરંતુ આ જગ્યા ફોરેસ્ટ વિભાગમાં આવતી હોવાના કારણે અત્યારે હાલ અમો કોઇપણ જાતનો વિકાસ આ જગ્યા ઉપર કરી શખતા નથી જેને લઇ રાજ્ય સરકાર આ અંગે ફોરેસ્ટ ખાતામાંથી બે થી પાંચ એક્ર જગ્યા પર્યટક સ્થળ માટે અલાયદી ફાળવી આપે તો સાબરકાંઠા જિલ્લામાં અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે સુંદર એક પર્યટક સ્થળ તરીકે આ મોરઝેર મંદિર ઉભરી આવે તેમ છે. (Photos : google maps)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.