અરવલ્લીની ગીરીમાળાઓમાં રહસ્યમય આગના સિલસિલાને અટકાવવામાં વનવિભાગ તંત્ર નિષ્ફ્ળ….!!
ત્રણ ડુંગર પર આગ, કુડોલ નજીક આગ લાગતા લોકો ફફડ્યા
અરવલ્લી જીલ્લામાં આવેલા ડુંગર અને જંગલમાં આગ લાગવાની ઘટનાઓમાં પર્યાવરણ સાથે માનવ વસાહત માટે ભયજનક બની રહી છે અરવલ્લી વન વિભાગ તંત્ર પાછળ સરકાર કરોડો રૂપિયા પગાર પેટે એંધાણ કરી રહી છે અને વૃક્ષઓ વાવવા અને વનસંપદાનું જતન કરવા વર્ષે દહાડે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી રહી છે તેમ છતાં અરવલ્લીની ગિરિમાળાઓ અને જંગલોમાં સતત લાગી રહેલી રહસ્યમય આગની ઘટનાઓએ અનેક શંકા કુશંકાઓ સર્જી છે મોડાસાના કુડોલ ગામને અડીને આવેલા ડુંગર પર આગ લાગતા નજીકના રહેણાંક વિસ્તારોમાં રહેતા લોકો ફફડી ઉઠ્યા હતા શામળાજીના શામળપુર અને રૂદરડીના જંગલમાં લાગેલી આગ ૪૮ કલાક પછી પણ કાબુમાં ન આવતા ૨ કિમી થી વધુના વિસ્તારમાં પ્રસરતા લોકો ભયભીત બન્યા છે વનવિભાગ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહ્યું હોય તેમ છેલ્લા સપ્તાહમાં ૫ થી વધુ ડુંગર અને જંગલમાં આગ લાગવાની ઘટનામાં વનરાજી બળીને ખાખ થઇ હતી
વનવિભાગ તંત્રના ઉચ્ચ અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસી અરવલ્લીની ગિરિમાળાઓ પર લાગી રહેલી રહસ્યમય આગ પર તાગ મેળવવામાં સંપૂર્ણ નિષ્ફળ રહ્યા હોય તેમ સતત આગની ઘટનાઓ બની રહી છે વનવિભાગના ઉચ્ચ અધિકારીઓની નિષ્ફળ કામગીરી સામે અનેક સવાલ પેદા થયા છે ડુંગર અને જંગલમાં લાગતી રહસ્યમય આગ સામે અનેક પ્રશ્નાર્થ પેદા થયા છે જંગલમાં લાગેલી આગથી વનરાજી બળીને ખાખ થઈ હતી સતત અરવલ્લી જિલ્લામાં ડુંગર વિસ્તાર અને જંગલમાં લગતી આગ થી વનસંપદા સહીત વન્ય પ્રાણીઓ અને પક્ષીઓને પણ મોટાપાયે નુકશાન થઈ રહ્યું છે જીલ્લા વનવિભાગ તંત્ર અરવલ્લીની ગિરિમાળાઓ અને જંગલમાં લાગતી રહસ્યમય આગ નું કારણ શોધવામાં તદ્દન વામણું પુરવાર થતા વનવિભાગ તંત્ર નિષ્ફળ તંત્ર બની રહ્યું છે
અરવલ્લીમાં દાવાનળ એ ઘટના કે તરખટ ? ઉનાળો શરૂ થયો નથી ત્યાં તો ડુંગરો આગ હી આગ
અરવલ્લી જિલ્લામાં ઉનાળાની શરૂઆતમાં જ દાવાનળની ઘટનાઓ શરૂ થઇ ચુકી છે, પણ વન વિભાગ ગોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં ગોરીટિંબા, બાજકોટ સહિત શામળાજીના જંગલોમાં આગની ઘટનાઓ ઘટવા લાગી ગઇ છે, પણ વન વિભાગ દ્વારા કોઇ જ કાળજી ન રાખવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે. ગત વર્ષે પણ દાવાનળની અનેક ઘટનાઓ ઘટી હતી, તેમ છતાં વનવિભાગ દ્વારા કંઇ જ શીખ લેવામાં ન આવી હોય તેવું લાગી રહ્યું છે, અને વનવિભાગ જાણે કુદરતી સંપત્તિને બચાવવાને બદલે નષ્ટ કરવા બેઠુ હોય તેનું દાવાનળની ઘટના પરથી સ્પષ્ટ દેખાય છે.
દાવાનળ કુદરતી કે કૃત્રિમ ?
દર વર્ષની જેમ આ વર્ષે પણ દાવાનળની ઘટનાઓ શરૂ થઇ છે, ત્યારે અનેક સવાલો ઊઠી રહ્યા છે કે, દાવાનળ એ કુદરતી છે કે કૃત્રિમ. જો કુદરતી હોય તો અમુક સંજોગોમાં લાગી શકે પણ અહીં તો દર વર્ષે આવી ઘટનાઓ ઘટતી હોય છે, પણ તકેદારીના કોઇ જ પગલા લેવામાં નથી આવતા. ત્યારે વનરાજીને બચાવવા કરતા તેના વિનાશના રાહ વનવિભાગ જોઇ રહ્યું હોય તો નવાઈ નહીં.
દાવાનળથી ફાયદો કોનો ?
અરવલ્લી જિલ્લાના ડુંગરો પર લાગતી આગની ઘટનાને પગલે લોકચર્ચા એવી જાગી છે કે, આ સમગ્ર ઘટનાઓ કોલસો પાડવાનો એક કારસો છે. કારણ કે, ઘટના એક કે બે વખત લાગે પણ આવી ઘટનાઓ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલા ડુંગરો પર લાગે છે તો શું એમ કહી શકાય કે, વનવિભાગને આગની ઘટનાઓ રોકવામાં જરાય રસ નથી ? જો વનવિભાગને આગની ઘટનાઓ રોકવામાં રસ હોય તો આગ લાગે છે કેમ તે એક સવાલ છે, દર વર્ષે લાગતી આગની ઘટનાઓથી વનવિભાગ કંઇ જ શીખતું ન હોય તે આ વર્ષે પણ સ્પષ્ટ લાગી રહ્યું છે. દાવાનળની ઘટનાને ફાયદો રેંજ ફોરેસ્ટ ઓફિસર, ફોરેસ્ટર કે બીટ ગાર્ડને થાય છે અથવા તો મોટા માથાઓને છે તે એક સવાલ છે. સવાલ આગનો નહીં પણ કોલસો પાડવાનો છે કે શું ? અને જો આમ થતું હોય તો ખરેખર ફાયદો કોને થાય છે તે એક સવાલ છે અને આ સમગ્ર મામલે તપાસ થઇ જોઇએ.
દાવાનળ એ કૌભાંડ તો નહીં ને ?
દાવાનળની ઘટનાઓ પર કોઇ અધિકારી ધ્યાન ન લેતું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટીએ જોવા મળી રહ્યું છે. પર્યાવરણને બચાવવા માટે સરકાર અનેક પ્રયાસો કરે છે, પણ ડુંગર પર લાગતી આગ પર કોઇની નજર નથી પહોંચતી તેથી સવાલ એ થાય છે કે, શું ડુંગર પર લાગેલી આગ કૌભાંડના સંકેત તો નથી આપતું ને. લોકો એ પણ ચર્ચા કરી રહ્યા છે કે, વનવિભાગ ઉનાળાની રાહ જોતું હોય છે કે, કારણ કે, કોલસો પાડવા માટેની આ ઉત્તમ ઋતુ છે.
અરવલ્લીની ગિરિમાળાઓમાં લાગતી રહસ્યમય આગ અંગે કલેકટર તપાસ સમિતી રચના કરી તપાસ કરાવેની લોક માંગ અરવલ્લી જિલ્લાના વિવિધ ડુંગર વિસ્તારોમાં બિટગાર્ડ અને ફોરેસ્ટર કાર્યરત હોય છે અને તેમની દેખરેખ જે-તે વિભાગના ફોરેસ્ટર રાખતા હોય છે પણ આગની ઘટના કેમ થાય છે કે, તે યક્ષ પ્રશ્ન છે. અરવલ્લી જિલ્લાના ડુંગરો પર લાગતી આગની ઘટનાને પગલે જિલ્લા કલેક્ટરે તપાસ સમિતી રચવી જોઇએ અને દર વર્ષે લાગતી આગની ઘટનાઓ પાછળનું કારણ શું છે કે, તે જાણવું જોઇએ. કારણ કે, દરવર્ષે દાવાનળની ઘટનાઓને પગલે વનરાજી બળીને ખાક થઇ જાય છે અને પર્યાવરણને પણ નુકસાન પહોંચે છે.