અરવલ્લીની દીકરીની અંતરિક્ષમાં હરણફાળ :NASA એ કર્યું સન્માન
(પ્રતિનિધિ)ભિલોડા, મોડાસા તાલુકાના બોલુન્દરા ગામની પ્રાચી મારુતભાઈ વ્યાસે એમ એસ સી વિથ રિસર્ચમાં અભ્યાસ કરીને અંતરિક્ષમાં લઘુગ્રહ સંશોધનના બે પ્રોજેક્ટ પુરા કર્યા છે.બે પ્રોજેક્ટમાં ૧૨થી વધુ લઘુ ગ્રહ શોધીને તેમજ મંગળ ગ્રહ થી ગુરુ ગ્રહ વચ્ચે લઘુગ્રહના શોધની સિદ્ધિ હાંસિલ કરી છે.નાસા દ્વારા પ્રાચીને પ્રમાણપત્ર આપી સન્માનીત કરી હતી.
પ્રાચી વ્યાસે કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સની જેમ અંતરિક્ષમાં જવાની મહેચ્છા હોવાનું જણાવ્યું હતું પ્રાચી વ્યાસે અંતરિક્ષમાં ૧૨ થી વધુ ગ્રહો શોધી સમગ્ર વિશ્વમાં દેશ અને ગુજરાતનું નામ ગુંજતું કર્યું છે અરવલ્લી જીલ્લાની દીકરીઓ અંતરિક્ષ ક્ષેત્રે હરણફાળ ભરી રહી છે ત્વિશા પટેલ પછી પ્રાચી વ્યાસે અરવલ્લી જીલ્લાની ગૌરવ વધારતા ઠેર ઠેરથી અભિનંદનની વર્ષા થઇ રહી છે .
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બોલુંદરા ગામના પ્રાચી મારુતભાઈ વ્યાસે અંતરિક્ષમાં લઘુગ્રહનું સંશોધન કરી નાસાના પ્રમાણપત્ર મેળવ્યા છે.અગાઉ 3 મેં થી 28 મેં સુધી એક પ્રોજેક્ટ પૂરો કર્યો હતો બાદમાં 1 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બરમાં લઘુગ્રહોના અભ્યાસનો આ પ્રોજેક્ટ યુવતીએ પૂરો કર્યો છે.મંગળ ગ્રહ અને ગુરુ ગ્રહ વચ્ચે એસ્ટરોઇડ બેલ્ટ એટલે કે લઘુગ્રહનો પત્તાનું સંશોધન આ યુવતીએ કર્યું છે.
એસ્ટ્રોનોમી પ્રાચી વ્યાસને ખોજ નામની સંસ્થા મારફતે અંતરિક્ષમાં લઘુગ્રહોના અભ્યાસ માટે ફોર્મ ભર્યું હતું.દરમિયાન ઇન્ટરનેશનલ એસ્ટ્રોનીમીક્સ સર્ચ કોલોબ્રેશન અને નાસા દ્વારા સોફ્ટવેર અને ડેટા મોકલવામાં આવ્યા હતા.જેના આધારે દરરોજ પાંચ થી 6 કલાક સુધી પ્રાચી દ્વારા સંશોધન કરવામાં આવ્યું હતું.બાદમાં બે પ્રોજેક્ટમાં 12 થી વધુ લઘુ ગ્રહો શોધીને સિદ્ધિ હાંસલ કરનાર પ્રાચી વ્યાસને સન્માન સાથે નાસાએ બે સર્ટિફિકેટ એનાયત કર્યા છે.
પ્રાચી વ્યાસે મેં મહિનામાં પ્રોજેક્ટની કામગીરી દરમિયાન મંગળ અને ગુરુ ગ્રહ વચ્ચે 8 લઘુગ્રહો શોધ્યા છે.જયારે બીજા પ્રોજેક્ટના સંશોધનમાં 4 લઘુગ્રહ શોધ્યા છે.મંગળ અને ગુરુ વચ્ચે લાખો એસ્ટ્રોઇડ હોય છે.જે પથ્થર,બરફ અને હવાના હોય છે.આ એસ્ટ્રોઇડ પૃથ્વીની નજીક આવતા હોય છે તેનું કદ સંખ્યા સહિતની સંશોધનની કામગીરી કરવામાં આવી હતી.
મોડાસાના બોલુંદરાની પ્રાચી વ્યાસના માતા-પિતા દ્વારા સતત આત્મ વિશ્વાસ દીકરીનો વધારવામાં આવ્યો હતો.રાત્રીના બે વાગ્યા સુધી આકાશમાં ગ્રહોની દુનિયામાં સંધોધનમાં રહેતી દીકરીને સંપૂર્ણ સહકાર માતા-પિતાનો રહ્યો છે.
પ્રાચીના પિતા મારુત વ્યાસના જણાવ્યા અનુસાર નાની ઉંમરથી જ પ્રાચીને અવકાશ પ્રત્યે લગાવ હતો સતત આકાશનું નિરીક્ષણ કરી વિવિધ પ્રશ્નો પૂછતી રહેતી હતી જો કે ધો-૯ થી પ્રાચીને અતંરિક્ષની દુનિયામાં વધુ રસ રહ્યો છે.એમ એસ સી વિથ રિસર્ચનો અભ્યાસ કરી રહેલી દીકરીનું સપનું કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સની જેમ અવકાશ યાત્રી બનવાનું છે.