અરવલ્લીની મહિલાએ સાબરમતી નદીમાં પડતું મૂકી આત્મહત્યા કરી
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં રિવરફ્રંટ પર આત્મહત્યાની ઘટનાઓ વધતા પોલીસ દ્વારા રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ કરવામાં આવી રહયું છે આ ઉપરાંત રિવરફ્રંટ પર બે અલાયદા પોલીસ સ્ટેશનો પણ બનાવવામાં આવેલા છે સાથે સાથે તરવૈયાઓની ટીમો પણ સતત હાજર હોય છે તેમ છતાં ગઈકાલે સાંજના સમયે એક મહિલાએ સાબરમતી રિવરફ્રટ પરથી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા સનસનાટી મચી ગઈ છે.
આ ઉપરાંત બાપુનગર વિસ્તારમાં પણ એક મહિલાએ આત્મહત્યા કરી છે. આ અંગેની વિગત એવી છે કે સાબરમતી રિવરફ્રંટ પર પોલીસના ચાંપતા બંદોબસ્ત છતાં ગઈકાલે સાંજે આત્મહત્યાની ઘટના ઘટી હતી
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ખરાડી ગામે રહેતી મનીષાબહેન ઉ.વ.રર ગઈકાલે સાંજના સમયે સાબરમતી નદી કિનારે એલીસબ્રીજ નીચે વોક વે નજીકથી પસાર થઈ રહી હતી આ દરમિયાનમાં અચાનક જ તેણે સાબરમતી નદીમાં પડતુ મુકયું હતું આ અંગેની જાણ થતાં જ તરવૈયાઓની ટીમોએ ભારે શોધખોળ કરી હતી અને મોડી સાંજે મનીષાબહેનનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો પોલીસે મનીષાબહેનના પરિવારજનોને જાણ કરતા તેઓ પણ આવી પહોંચ્યા હતાં આત્મહત્યાનું કારણ જાણવા રિવરફ્રંટ વેસ્ટ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
શહેરના બાપુનગર વિસ્તારમાં પણ આત્મહત્યાની ઘટના ઘટી છે જેમાં મનહરનગર સોસાયટી વિભાગ-ર માં રહેતી ૩૧ વર્ષની મહિલા તારાબહેન પ્રવિણભાઈ પટેલ છેલ્લા ઘણા સમયથી બિમાર રહેતી હતી જેના પરિણામે તે માનસિક રીતે પણ અસ્વસ્થ બની ગઈ હતી ગઈકાલે રાત્રે પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સનસનાટી મચી ગઈ છે.