અરવલ્લીમાં સર્વેલન્સ- ૯૬૨૯ ઘરોના ૨૫,૫૦૦ પુરૂષો અને ૨૨,૩૭૨ સ્ત્રીઓને ડોર ટુ ડોર સર્વેમાં આવરી લેવાયા
સાકરિયા, અરવલ્લી જિલ્લામાં કોરોના પોઝિટિવના અત્યાર સુધી ૧૨૫ થી વધુ કેસ નોંધાયા છે ત્યારે અરવલ્લી જિલ્લા આરોગ્ય અને વહિવટીતંત્રતં દ્વારા આ વિસ્તારને કન્ટેન્ટમેનટ ઝોન જાહેર કરી, આસ-પાસના વિસ્તારમાં આવતા લોકો અવર-જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
અરવલ્લીમાં જિલ્લામાં નોંધાયેલા કેસ પૈકી બાયડમાં ૯, ભિલોડાના ૧૩,ધનસુરાના ૧૨, મેઘરજના ૮, મોડાસાના ૩૬ અને માલપુરના બે મળી કુલ ૮૦ કન્ટેન્ટમેન્ટ ઝોન નિયત કરાયા હતા. જેમાં ૩૩ એવા વિસ્તાર છે જયાં હાલ ચૌદ દિવસ સતત સર્વે ચાલુ છે જયારે ૧૮ નિયત્રિંત વિસ્તારોમાં સર્વે પૂર્ણ થયો છે. તો ૨૮ દિવસ પૂર્ણ કર્યા હોય તેવા ૨૯ કોરોનાગ્રસ્ત વિસ્તારનો સમાવિષ્ટ થાય છે.
જેમાં જિલ્લામાં જાહેર કરાયેલા કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં મેડિકલ ઓફિસર, સુપરવાઇઝર અને ફિમેલ હેલ્થ અને આશા વર્કર મળી આરોગ્યની કુલ- ૧૬૪ ટીમ બનાવવામાં આવી છે, જેમણે જિલ્લાના ગ્રામ્યના ૫૮, મોડાસા શહેરના ૨૦ તેમજ બાયડ શહેરના બે મળી કુલ ૮૦ કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં મેગા સર્વેલન્સની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં જિલ્લાના ૯૬૨૯ ઘરોના ૨૫,૫૫૦ પુરૂષ અને ૨૨૩૭૨ સ્ત્રીઓ મળી કુલ ૪૭૯૨૨ લોકોને હાઉસ ટુ હાઉસ સર્વેમાં આવરી લેવાયા છે.