અરવલ્લીમાં ઇકો કારમાંથી સાયલન્સર ચોરતી ગેંગ સક્રિય થતા કાર માલિકોમાં ફફડાટ
હજીરા કે.એન.મોટર્સમાંથી ઇકો કારનું સાયલન્સર ચોરાયું
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: વાહનોના સાયલેન્સરોમાં કેટાલિક કન્વર્ટર આવે છે અને પ્રદુષણ ન ફેલાય તે માટે આ કન્વર્ટરમાં કિંમતી ઘાતુ એવી પેલટિનમની જાળી હોય છે. જેને માટી કહેવામાં આવે છે. કિંમતી ધાતુઓનું મિશ્રણ ધરાવતી સૌથી મોટી જાળી ઈકો કારના સાયલેન્સરમાં આવતી હોવાથી અને ૧૦ થી ૧૫ હજાર રૂપિયા કેટાલીક કન્વર્ટર માંથી મળતા હોવાથી રાજ્યમાં ઇકો કારમાંથી સાયલેન્સરની ચોરી કરતી અનેક ગેંગ સક્રિય થઇ છે
થોડા સમય અગાઉ આણંદ એલસીબીએ ધોળકાની કારના સાયલન્સર ચોરતી ગેંગનો પર્દાફાશ કરતા પોલીસતંત્ર પણ ચોકી ઉઠી હતી ત્યારે અરવલ્લી જીલ્લામાં ઇકો કારના સાયલેન્સર ચોરતી ગેંગ સક્રીય થઇ બે ઇકો કારને નિશાન બનાવી સાયલેન્સર ચોરી કરી ફરાર થઇ જતા જીલ્લામાં ઈકો કારના માલિકોમાં ફફડાટ ફેલાયો છે ઇકો કારમાંથી સાયલન્સરની ચોરી કરતી ગેંગ અરવલ્લી જિલ્લામાં સક્રીય થતા પોલીસતંત્રનું કામ વધારી શકે છે
પ્રાપ્ત માહિતી અનુસાર,થોડા દિવસો અગાઉ શામળાજી નજીક ઇકો કારમાં સાયલન્સરની ચોરી થયા બાદ મોડાસા શહેરના હજીરા વિસ્તારમાં આવેલ કે.એન.મોટર્સમાં રહેલી ઇકો કારનું સાયલન્સરની ચોરી થતા કાર માલિક પણ અચંબિત બન્યા હતા કે.એન મોટર્સમાં રીપેરીંગ માટે આવેલ ઇકો કારમાંથી સાયલન્સરની ચોરી થતા ગેરેજના માલિકના માથે આફત આવી પડી હતી અને કરમાલિકને પોતાના ખર્ચે સાયલન્સર નાખી આપવાની નોબત આવી હતી કે.એન.મોટર્સના માલિક આદિલ બુલાએ નવા પ્રકારની થયેલ ચોરી અંગે પોલીસતંત્રને જાણ કરવી કે નહિ તેની અવઢવમાં હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી
ઇકો કારના સાયલન્સર ચોરતી ગેંગ પાસેથી પ્લેટિનમ સહીતની મિશ્ર ધાતુના ખરીદદારો ભરૂચ અને હારીજમાં :સૂત્રો