Western Times News

Gujarati News

અરવલ્લીમાં એસીબીનો સપાટો  : માલપુર પોલીસસ્ટેશનનો એ.એસ.આઈ બે હજારની લાંચ લેતા રંગેહાથે દબોચ્યો 

અરવલ્લી:અરવલ્લીમાં એસીબીનો સપાટો  : માલપુર પોલીસસ્ટેશનનો એ.એસ.આઈ બે હજારની લાંચ લેતા રંગેહાથે દબોચ્યો -સાબરકાંઠા જીલ્લામાં કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આદરી રહ્યા છે બંને જીલ્લામાં કેટલાક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે “ભ્રષ્ટાચાર એજ શિષ્ટાચાર” બનાવી દીધો હોય તેમ કાયદાનો ભય બતાવી રૂપિયા ખંખેરવામાં રચ્યા પચ્યા રહે છે સાબરકાંઠા એલસીબી કોન્સ્ટેબલ બુટલેગર પાસેથી બે  વચોટિયા મારફતે ૨૦ હજારની લાંચની રકમ લેતા એસીબીની ટીમે ઝડપ્યો હોવાની ઘટનાની શાહી સુકાઈ નથી.

ત્યારે અરવલ્લી જીલ્લાના માલપુર પોલીસ સ્ટેશનનો આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર મેહુલ પ્રેમજી પરમાર ને ચેપ્ટર કેસમાં જામીન લેવા માટે  ૨ હજાર રૂપિયા ની લાંચ માંગતા ફરિયાદીએ અરવલ્લી એસીબીનો સંપર્ક કરતા એસીબીની ટીમે છટકું ગોઠવી ૨ હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી લેતા પોલીસબેડામાં ખળભળાટ મચ્યો હતો.

માલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદીના કૌટુંબિક કાકા સામે  અરજી થતા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઈ મેહુલ પ્રેમજીભાઈ પરમારે અરજીના કામે ચેપ્ટર જામીન લેવા અંગે ફરિયાદી અને સાહેદ પાસેથી ૨ હજાર રૂપિયાની માંગણી કરતા સમસમી ઉઠ્યા હતા અને લાંચિયા એ.એસ.આઈ   ને પાઠ ભણાવવા અરવલ્લી જીલ્લા એસીબીનો સંપર્ક કરતા એસીબી પી.આઈ આર.આર.દેસાઈ અને ટીમે છટકું ગોઠવી માલપુર પોલીસ સ્ટશસનમાં જ લાંચિયા એ.એસ.આઈ મેહુલ પરમારને ૨ હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી લેતા એસીબીની ટ્રેપ થી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓ પણ અચંબિત બન્યા હતા.  એસીબીની સફળ ટ્રેપથી જીલ્લામાં ફરજ બજાવતા લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો હતો.  અરવલ્લી જીલ્લા એસીબીની ટીમે લાંચિયા એ.એસ.આઈ મેહુલ પ્રેમજીભાઈ પરમારને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.