અરવલ્લીમાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સની સરાહનીય કામગીરી:બે વર્ષમાં 2560 પ્રાણીઓને સારવાર આપી
ગુજરાત રાજ્યમાં દિનપ્રતિદિન પશુ,પક્ષીઓ,પ્રાણીઓ અને રખડતા પશુઓને ઝડપથી સારવાર મળી રહે તે માટે ગુજરાત રાજ્ય સરકાર ધ્વારા 1962 અને 112 ટોલફ્રિ નંબર જાહેર કરવામાં આવ્યો છે જે અન્વયે અરવલ્લી જીલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યૂલન્સ સેવાને બે વર્ષ પુર્ણ થયા છે અને બે વર્ષમાં કરૂણા એમ્બ્યૂલન્સે 2560 પ્રાણીઓને સારવાર કરી સરાહનીય કામગીરી કરી છે.
ગુજરાત રાજ્યના દરેક જીલ્લામાં રખડતા પશૂઓ,પ્રાણીઓ અને પક્ષીઓને ઝડપથી સારવાર ન મળવાના કારણે અનેક પ્રાણીઓ અને પશુઓ મોતને ભેંટતા હતા તે દરમિયાન પશુપાલન ખાતા ગુજરાત રાજ્ય સરકાર ધ્વારા આવા બિમાર પ્રાણીઓ અને પશુઔને ઝડપથી સારવાર મળી રહે તે 1962 ટૌલફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો હતો જેમાં અરવલ્લી જીલ્લાના મોડાસા મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે તા.9/10/2019 ના રોજ જીલ્લા કલેક્ટર,નગરપાલિકા પ્રમુખ,પશુપાલન નિયામક અને પશુપાલકોની ઉપસ્થિતિમાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સને લીલીઝંડી આપી લોકાપર્પણ કરવામાં આવ્યૂ હતુ
જે એમ્બ્યુલન્સને સેવાને અરવલ્લી જીલ્લામાં તા.9/10/2020 ના રોજ બે વર્ષ પુર્ણ થતા બે વર્ષ દરમિયાન કરૂણા એમ્બ્યૂલન્સના ર્ડો.પ્રિયાંશી પટેલ અને પાયલોટ લોકેન્દ્રસિંહ ચૌહાણ ધ્વારા જીલ્લાના અલગ અલગ તાલુકાના કુલ 2560 પ્રાણીઓને સારવાર આપી કરૂણા એમ્બ્યુલન્સ પશુઓ અને પ્રાણીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે ત્યારે અરવલ્લી જીલ્લાવાસીઓએ પણ કરૂણા એમ્બ્યુલન્સની સરાહનીય કામગીરીને બિરદાવી હતી.