અરવલ્લીમાં કોરોનાના કપરા સમયે ૭૩ લોકો રક્તદાતા બની સાચા અર્થમાં જીવનદાતા બન્યા

શિક્ષાનું દાન કરનારા ૩૪ સારસ્વતોએ રક્તદાન કરી ઉમદા માનવતાના દર્શન કરાવ્યા : મોડાસાના મેઢાસણ ગામે રક્તદાન શિબિર યોજાઇ:૭૩ બોટલ રક્ત એકત્રિત કરાયું
સાકરિયા: અરવલ્લી જિલ્લામાં થેલેસેમિયાથી પીડિતી અને ઓછુ હિમોગ્લોબીન ધરાવતી મહિલાઓને પ્રસુતિ સમયે તેમજ મેડિકલ ઈમરજન્સી સમયે રક્તની જરૂરીયાત રહેતી હોય છે ત્યારે સામાન્ય દિવસોમાં ઉપલબ્ધ થંતુ રક્ત અત્યારે કોરોના કપરા સમયે પણ રક્તદાન કરી માનવતા દર્શન કરાવી રહ્યા છે. આવા જ મોડાસાના મેઢાસણ ગામે ૭૩ લોકો રક્તદાતા બની સાચા અર્થમાં જીવનદાતા સાબિત થયા છે.
કોવિડ-૧૯ મહામારીના સંક્ર્મણને ફેલાતુ અટકાવવા માટે દેશમાં અનલોક અમલી છે. આ સમયગાળા દરમિયાન જિલ્લામાં રક્ત ની કમી ના થાય તેમજ દર્દીઓને જરૂરીયાતના સમયે રક્ત મળી રહે તે માટે તાલુકા આરોગ્ય કચેરી મોડાસા અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર મેઢાસણ દ્વારા રક્તશિબિર યોજાઇ હતી જેમાં શિક્ષાનું દાન કરનારા ૩૪ સારસ્વતોએ રક્તદાન કરી ઉમદા માનવતાના દર્શન કરાવ્યા હતા આ ઉપરાંત તાલુકાના આસપાસ યુવાનો દ્વારા રક્તદાન કરાતા કુલ ૭૩ લોકો સેવાના કાર્યમાં સહભાગી બન્યા હતા. કર્યુ હતું.
કેમ્પ દરમિયાન સામુહિક આરોગ્ય કેન્દ્ર મેઢાસણ તથા આરોગ્ય કર્મચારીશ્રીઓ ઘ્વારા કોરોનાના સંક્રમણને ઘ્યાને રાખી સોશીયલ ડિસ્ટન્સ જાળવણી સાથો સાથ શરીરનું તા૫માન, SPO2 મશીન અન્વયે ઓકસીજન સેચ્યુરેશનની તેમજ જરૂરી આરોગ્ય વિષયક તપાસણી અને લોકોને તકેદારી રાખવા અંગે અનુરોધ કરવામાં આવ્યો હતો.