Western Times News

Gujarati News

અરવલ્લીમાં ગરીબ બાળકો પાસે ઘેટાં-બકરા ચરાવતા વધુ બે માલધારી સામે પોલીસ ફરિયાદ

અરવલ્લી શ્રમ અધિકારી ખુદ ફરિયાદી બન્યા 
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: ૪ માર્ચના રોજ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર ઘટના સામે આવી હતી જેમાં અરવલ્લી જીલ્લાના એક ગરીબ પરિવારે ૭ હજાર રૂપિયા માટે તેમના ૧૨ વર્ષના બાળકને ખંભીસર નજીક પડાવ નાખનાર માલધારી પરિવારના ત્યાં ગીરવે મૂક્યું હોવાનો પર્દાફાશ અગમ ફાઉન્ડેશનના હેતલ બેન પડ્યાએ કરતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી હતી જીલ્લા બાળ સુરક્ષા અને શ્રમ વિભાગ દોડતું થયું હતું

અને આખરે માલધારી પરિવાર સામે ફરિયાદ નોંધાઈ હતી બાળક ગીરવે મુકવાની ઘટના બહાર આવ્યા બાદ ગ સમાચાર પત્રોમાં   અરવલ્લી જીલ્લામાં ગરીબ પરિવારને મામૂલી રકમ આપી બાળકો પાસે મજૂરી કરાવવાનું સુનિયોજીત રેકેટ ચાલતું હોવાના સમાચાર પ્રસિદ્ધ થયા હતા અરવલ્લી જીલ્લા બાળ સુરક્ષા અને શ્રમ વિભાગ દોડતું થયું હતું બાળ સુરક્ષા એકમે મોડાસાના કોલીખડ અને આલમપૂર ગામ નજીક રહેતા બે માલધારી પરિવાર ગરીબ બાળકો પાસે ઘેટાં-બકરા ચરાવવાની મજૂરી કરતા હોવાની બાતમી મળતા તાબડતોડ ત્રાટકી બંને શ્રમિક બાળકોને છોડાવી બંને માલધારી સામે ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી

મોડાસાના કોલીખડ ગામ નજીક રહેતા પોપટભાઈ નાથાભાઈ ભરવાડ અને આલમપુર ગામ નજીક રહેતા હીરાભાઈ નાગજી ભાઈ ભારવાડ નામમાં માલધારી પરિવારને ત્યાં બે બાળ શ્રમિક પાસે ઘેટાં બકરા ચરાવવાની મજૂરી કરવાવમાં આવતી હોવાની માહિતી બાળ સુરક્ષા અને શ્રમ વિભાગને થતા રેડ કરી પોપટભાઈ ભરવાડના ડેલામાંથી પાવાગઢ દેવરિયાના ૧૨ વર્ષના અને આલમપુરના હીરાભાઈ ભરવાડના ડેલા પરથી મહીસાગર જીલ્લાના ચકલીયા ગામના ૧૪ વર્ષના બાળકો મળી આવતા તેમની પૂછપરછ કરતા તેમની પાસે ઘેટાં-બકરા ચરાવવાની મજૂરી કરાવવામાં આવતી હોવાનું જણાવતા તંત્રએ બંને બાળ શ્રમિકોને છોડાવી ચિલ્ડ્રન હોમ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા

મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં બાલસુરક્ષા અધિકારી પ્રજ્ઞેશસિંહ ચાવડાએ પોપટભાઈ નાથાભાઈ ભરવાડ અને હીરાભાઈ નાગજીભાઈ ભરવાડ વિરુદ્ધ બાળ અને તરુણ શ્રમિક અધિનિયમ,1986 અન્વયે ફોજદારી કાર્યવાહી માટે મોડાસા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.