અરવલ્લીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ :નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
રાજ્યમાં આગામી ત્રણ ચાર દિવસ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે અરવલ્લી જીલ્લામાં સાર્વત્રિક વરસાદ સાથે થતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો
ત્યારે ગુરુવારે બપોર બાદ જીલ્લાના મોડાસા પંથક સહીત અનેક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો સાથે વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો મોડાસા શહેરમાં પડેલા ધોધમાર વરસાદથી નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હોવાનું જોવા મળ્યું હતું