અરવલ્લીમાં ટેકાના ભાવે ૪૮ કરોડ રૂપિયાની ખરીદી કરી ખેડુતોને ચુકવાયા ફક્ત ૩૯ લાખ : ખેડુતોને ટેકો ક્યારે થશે ?
ભિલોડા: અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે ૧૪૫૬૧ જેટલા ખેડુતોએ રજીસ્ટ્રેશન કર્યુ છે જેમાંથી ૭૪૧૫ જેટલા ખેડુતો ટેકાના ભાવે મગફળીનું વેચાણ કર્યુ છે ૪૮ કરોડ રૂપિયાની ટેકાના ભાવે મગફળી ખરીદી કરી છે જોકે તેમાંથી ફક્ત 36 જેટલા ખેડુતોને ૩૯ લાખ રૂપિયા મગફળીના નાણાંની ચુકવણી કરવામાં આવી છે જેના કારણે ખેડુતો ચિંતામાં મુકાયા છે.
મોડાસા સહિત અરવલ્લી જીલ્લાના તમામ ટેકાના ભાવે મગફળીના ખરીદ સેન્ટરો પર મગફળીની ખરીદી એક નવેમ્બર થી શરૂ કરવામાં આવી હતી. જો કે માવઠા ના કારણે ખરીદી સ્થગીત કરી અઢાર નવેમ્બર ના રોજ પુન: શરૂ કરવામાં આવી હતી.જીલ્લા ભરમાં અત્યારે સુધીમાં 4500 ખેડુતોએ ટેકાના ભાવે ૬૦ હજાર ક્વિન્ટલ મગફળીનું વેચાણ કરી દીધુ છે.
જોકે હજુ સુધી ચુકવણી ન થવાને કારણે મુશકેલીમાં મુકાયા છે.આ ખરીદીને આજે એક માસ કરતા વધુ સમય પસાર થવા છતાં 4500 ખેડૂતો પૈકી માત્ર ૩૬ ખેડૂતોને મગફળીના નાણા ચૂકવવા માં આવ્યા છે. એટલે કુલ ખેડુતોમાંથી એક ટકા કરતા પણ ઓછા ખેડુતોને ચુકવણી કરવામાં આવી છે બાકીના ખેડૂતોને ચુકવણું બાકી છે. કેટલાય એવા ખેડુતો છે જેમણે વીસ અને તેથી વધુ દિવસ પુર્વે મગફળી વેચી છે અને પોતાના ખાતામાં પેમેન્ટ આવે તેની પાણીની જેમ રાહ જોઇ રહ્યા છે.
કેટલાક ખેડુતોના ત્યાં લગ્ન પ્રસંગ પણ છે અને મગફળી નું પેમેન્ટ સમયસર આવી જશે તેવી આશા સાથે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે તેવામાં મગફળીનું પેમેન્ટ ચૂકવી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.
બીજી બાજુ મળતી માહિતી મુજબ નાફેડ ના અધિકારી દ્રારા ખેડુતોને હૈયાધારણા આપવામાં આવી છે કે 20 ડીસેમ્બર સુધી મોટાભાગનું ચુકવણું કરી દેવામાં આવશે.
ટેકાના ભાવે મગફળી વેચાણ માટે નોંધણી થયેલ ખેડુતોની મગફળી હજુ 31 જાન્યુઆરી સુધી ખરીદાશે 14500 માંથી 4500 જેટલા ખેડુતોની મગફળીની ખરીદી કરવામાં આવી હોઇ હજુ 10,000 ખેડુતો બાકી છે.અરવલ્લી માં કુલ 55000 હેકટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યુ છે.ગત વખત કરતા આ વખતે બમણા ખેડુતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે નોંધણી કરાવી છે.