અરવલ્લીમાં ટોલટેક્ષ ફ્રી કરવાની માંગ કરવામાં આવતા જીલ્લાના ટોલપ્લાઝા પર પોલીસ સુરક્ષા સઘન બનાવાઈ
નવા કૃષિ બિલના વિરોધ આંદોલન ધીરેધીરે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે કૃષિ સુધારણા કાયદાના વિરોધમાં અડધા મહિનાથી દિલ્હીની સરહદ પર વિરોધ કરતાં ખેડૂતોને મનાવવા સરકાર સતત તમામ પ્રયાસો કરી રહી છે. ખેડૂતો સાથે અનેક તબક્કાની વાટાઘાટો યોજાઈ છે, પરંતુ કાયદો પાછો ખેંચી લેવા મક્કમ એવા ખેડૂતો આ સુધારો સ્વીકારવા તૈયાર નથી.
ખેડૂતો સુધી પોતાની વાત પહોંચાડવા માટે સરકારની તરફથી હવે જાહેરાતનો સહારો પણ લેવામાં આવી રહ્યો છે.ત્યારે ખેડૂતોએ ટોલટેક્ષમાંથી મુક્તી આપવામાં આવેની માંગ કરી રહ્યા છે ત્યારે અરવલ્લી જીલ્લામાં આવેલા ટોલપ્લાઝા પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે
દિલ્હીમાં આંદોલનમાં બેઠેલા ખેડૂતો કૃષિ બીલ રદ કરવાની સાથે ખેડૂતોને ટોલટેક્ષમાંથી મુક્તી આપવામાં આવેની માંગ કરી રહ્યા છે જેના પગલે અરવલ્લી જીલ્લાના નેશનલ હાઈવે અને રાજ્યધોરી માર્ગો પર આવેલા ટોલપ્લાઝા પર સઘન પોલીસ સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે તેમજ તમામ વાહનોની ગતિવિધી પર પણ નજર રાખવામાં આવી રહી છે મોડાસા નજીક આવેલા ગાજણ ટોલટેક્ષ પાસે જીલ્લા પોલીસતંત્રનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે
દિલીપ પુરોહિત. બાયડ