અરવલ્લીમાં ટ્રાફિકના નિયમોના ભંગ બદલ ૧૩૨૩૩ વાહનો ચાલકોને ઇ- મેમા અપાયા

Files Photo
અરવલ્લી: રાજય સરકારના ગૃહ વિભાગનો વિશ્વાસ પ્રોજેકટ છેલ્લા ૧૬ માસથી અમલમાં આવ્યો છે,જિલ્લા નેત્રમ કમાન્ડ ટીમ દ્વારા મોડાસા નગરમાં ૧૫ જંકશનો ઉપર ગોઠવાયેલ ૧૩૫ હાઈરીઝયુલેશન સીસીટીવી કેમેરા વડે વાહન ડ્રાઈવીંગને લગતા ૧૩૨૩૩ ગુના ઝડપી પડાયા છે અને આ તમામ કસૂરવારોને વિભાગની ૨૪/૭ કાર્ય પ્રણાલી હેઠળ ઈ-ચલણ ઈસ્યુ કરાયા છે.
રાજયના ગૃહવિભાગ દ્વારા સાયબર ક્રાઈમ સહિતના ગુના રોકવા કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહની ઉપસ્થિતીમાં રાજયમાં વિશ્વાસ અને આશ્ચસ્ત પ્રોજેકટ ૧૨ જાન્યુ ૨૦૨૦ થી શરૂ કરાયા.સીસીટીવીના માધ્યમ થી શહેરોની એક એક જગ્યા પર ર્વાચ રાખી તેનું પૃથ્થકરણ કરી,માહિતી કે પ્રવૃત્તિને ઈન્વેસ્ટીગેશન ઓફીસર સુધી પહોંચાડી ગુના ઉકેલવાનો ઉદ્દેશ વિશ્વાસ પ્રોજેકટ ના નેત્રમમાં સેવવામાં આવ્યો હતો.
અરવલ્લી જીલ્લાના વડામથક મોડાસા સહિતના સ્થળોએ ૧૫ જંકશન ઉપર ૧૩૫ હાઈરીઝયુલેશન સીસીટીવી કેમેરા,ઓટોમેટીક નંબર પ્લેટ રેકગ્નાઈઝ કરે તેવા પર કેમેરા,ધરી ઉપર ફરી શકે તેવા ૨૨ સીસીટીવી કેમેરા વડે વાહન હંકારવાના,ટ્રાફિકના ગુના ઝડપવા બાજ નજર ગોઠવાઈ છે. ત્યારે અરવલ્લી જિલ્લા પોલીસવડા સંજય ખરાત ના માર્ગદર્શન હેઠળ નેત્રમ કમાન્ડ ની ટીમ ૨૪/૭, ત્રણ શીફટમાં ૪૫ કર્મી.ઓ સાથે કાર્યરત છે.
નેત્રમ કમાન્ડ ના ઈન્સ્પેકટર એ.એમ.ચૌધરી ના જણાવ્યા મુજબ છેલ્લા ૧૫ માસમાં નિયમ વિરૂધ્ધ વાહન હંકારવાના, વાહન હંકારતી વખતે મોબાઈલના ઉપયોગ કરવાના,રોંગ સાઈડ વાહન હંકારવાના,જાેખમી ડ્રાઈવીંગ કરવા સહિતના વિવિધ નિયમભંગ બદલ ૧૩૨૩૩ કસૂરવારોને ઈ-ચલણ ઈસ્યુ કરાયું છે. આ પૈકીના ૪૩૯૩ કસૂરવારક દ્વારા ઓનલાઈન દંડ ભર્યો છે.
જયારે સીસીટીવી કેમેરાની બાજ નજર ને લઈ જિલ્લામાં ચેન સ્નેચીંગ,અપહરણ,હીટ એન્ડ રન,ચોરી,હુમલો,વાહન લૂંટ સહિતના ૫૦ થી વધુ ગુના શોધવામાં તેમજ ઉકેલવામાં જિલ્લા પોલીસને સફળતા મળી છે.આમ રૂપિયા ૩ કરોડના આ વિશ્વાસ પ્રોજેકટને લઈ નેત્રમના સથવારે પોલીસનો વિશ્વાસ વધ્યો છે.
જિલ્લા નેત્રમ કમાન્ડના સબ ઈન્સ્પેકટર એ.એચ.ચૌધરી એ જણાવ્યું હતું કે ઈ-ચલણ હવે ઓફલાઈન નેત્રમ કમાઉન્ડ રૂમ,મોડાસા ટાઉન પો.સ્ટેશન,બાયડ પોલીસ સ્ટેશન અને મેઘરજ પોલીસ સ્ટેશનમાં ભરી શકાશે.ઓનલાઈન ભરવા માગતા વાહન ચાલક વેબસાઈટ,વિશ્વાસ ઈ ચલણ એપ્લીકેશન દ્વારા ભરી શકે છે.