Western Times News

Gujarati News

અરવલ્લીમાં ડેન્ગ્યુનો કહેર : માલપુરની ૯ વર્ષીય બાળકીને ડેન્ગયુ ભરખી ગયો

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: કોરોના મહામારીએ જીલ્લામાં કહેર મચાવ્યા પછી ત્રીજી લહેરની ગણતરીઓ વચ્ચે ડેન્ગ્યુએ દેખા દેતા લોકો રીતસર ફફડી ઉઠ્યા છે જીલ્લાના પ્રજાજનો વાઇરલ ફીવરનો ભોગ બની રહ્યા છે ખાનગી ક્લીનક અને દવાખાનાઓ વાઇરલ બીમારી થી ઉભરાઈ રહ્યા છે અરવલ્લી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ડેન્ગ્યુના રોગચાળાએ અજગરી ભરડો લીધો હોવા છતાં આરોગ્ય વિભાગ સબ સલામતની આલબેલ પોકારી રહ્યું છે. જીલ્લામાં શંકાસ્પદ ડેન્ગ્યુના ૧૦૦ થી વધુ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ત્યારે માલપુર નગરમાં ૯ વર્ષીય બાળકીને ડેન્ગ્યુ ભરખી જતા આરોગ્ય તંત્ર સામે રોષ ભભૂક્યો છે. જીલ્લા આરોગ્ય તંત્ર સર્વેની કામગીરી કરી રોગચાળાને કાબુ માં લે તેવી લોક માંગ પ્રબળ બની છે

અરવલ્લી જિલ્લામાં છેલ્લા ૧ મહિનામાં ડેન્ગ્યુની મહા બિમારીએ માથું ઉંચક્યું છે સમગ્ર જિલ્લાની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં શંકાસ્પદ ડેન્ગ્યુના દર્દીઓનો ધસારો વધી જવા પામ્યો છે.માલપુરના રોહીત ફળિયામાં રહેતી ગીરા હિતેષભાઇ વાઘેલા નામની ૯ વર્ષીય બાળકીને શંકાસ્પદ લક્ષણો જણાતા અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી ત્યાં બાળકીને ડેન્ગ્યુ હોવાનો રિપોર્ટ આવતા તબીબોએ બાળકીની સઘન સારવાર હાથધરી હતી

સારવાર કારગત ન નીવડતા ૯ વર્ષીય બાળકીનું મોત નિપજતા પરિવારજનો સહીત સ્થાનીક લોકોમાં ભારે ચિંતાનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે માલપુર રોહીત ફળીયા નજીક વર્ષો થી પડેલ ખાડામાં વરસાદી પાણી ભરાતા મચ્છરજન્ય રોગચાળામાં અનેક લોકો સપડાઈ રહ્યા છે સ્થાનીક લોકોના જણાવ્યા અનુસાર સ્થાનીક તંત્રમાં ખાડાનો નિકાલ કરવા વારંવાર રજુઆત કરવા છતાં ખાડાનું પુરાણ નહિ થતો હોવાનું જણાવ્યું હતું સ્થાનીક તંત્ર તાબડતોડ ખાડાનું પુરાણ કરે તેવી લોક માંગ પ્રબળ બની છે

પ્રાપ્ત માહિતી અનુસાર ડેન્ગ્યુના દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા સરકારી દફતરમાં તેમની નોંધણી ન થતા આરોગ્ય વિભાગ દ્વારા સબ સલામતની આલબેલ પોકારવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.