અરવલ્લીમાં પોલીસ કર્મીઓના સરકારી સીમકાર્ડ બંધ અવસ્થામાં

પ્રતિકાત્મક
બાયડ, અરવલ્લી જીલ્લામાં પોલીસ મથકમાં પી.એસ.ઓ.ની ફરજ બજાવતા કર્મીઓને મોબાઈલ સર્પક માટે સરકારી સીમકાર્ડ આપવામાં આવે છે. પરંતુ મોટાભાગના સીમ નંબર બંધ અવસ્થામાં જાેવા મળે છે.
પોલીસ મથકોમાં પી.એસ.ઓ.નો સંપર્ક કરવો હોય તો પર્સનલ ફોન નંબર હોય તો જ તે શકય બને છે. સારા આશયથી સરકારી સીમકાર્ડ આપવામાં આવ્યાં છે. પરંતુ મોટા ભાગે પી.એસ.ઓ.ના સરકારી સીમકાર્ડ બંધ રહેતાં મોટું આશ્ચર્ય ઉભું થયું છે.
જીલ્લામાં ગુનાખોરી ગ્રાફ ઉંચકાઈ રહયો છે. પોલીસ એક ગુનો ડીટેકટ કરે ત્યાં અન્ય ગુના નોધાતા હોય છે જેથી પોલીસ સાથે પ્રજાનો સંપર્ક મહત્વનો બની રહયો છે.
જીલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરીજ બજાવતા પી.એસ.ઓ.ને તાત્કાલીક સંપર્ક થાય તે માટે સરકારી સીમકાર્ડ આપવામાં આવ્યાં હતાં પરંતુ ટુંક સમયમાં જ કર્મીઓએ આ સીમ મોબાઈલમાંથી કાઢી નાખતાં સરકારી સીમ નંબર બંધ હાલતમાં જાેવા મળે છે.
જયારે કેટલાક સરકારી સીમ નંબરનો ઉપયોગ પોલીસ કર્મીઓના પરીવારજનો કરતા હોવાનું સાંભળવા મળી રહયું છે. જીલ્લામાં સારા આશય સાથે પી.એસ.ઓ.ને. સીમકાર્ડ આપવામાં આવ્યાં હતાં. પરંતુ કાર્ડના ઉપયોગમાં મોટાભાગના કર્મીઓને જરાય રસ ન હોય તેવી સ્થિતી જાેવા મળી રહી છે. પોલીસ સ્ટેશનમાં ફરજ ઉપર હાજર પી.એસ.ઓ.નો પર્સનલ નંબર હોય તો જ સંપર્ક શકય બને છે.
મોટાભાગના પોલીસ સ્ટેશનમાં લેન્ડલાઈન ટેલીફોન ગમે ત્યારે બંધ અવસ્થામાં સરી પડતા હોય છે ત્યારે કર્મીઓના સરકારી સીમકાર્ડ નંબર મહત્વના સાબીત થાય તેમ છે. છતાં કોણ જાણે કે પી.એસ.ઓ.ને સરકારી સીમ નંબર કાર્યરત કરવામાં કેમ રસ નથી…?? તે પોલીસ વડાએ ચકાસવું રહયું.